ગૌરક્ષકો અને પોલીસ વાહનોનો અકસ્માત કરી ભાગી જવા તસ્કરોએ 100 કિમી ઝડપથી દોડતી ગાડીમાંથી ગાયો ફેંકી; વીડિયો વાઇરલ

  • ગાડીનું ટાયર સળગી ગયું તેમ છતાં રિમ પર દોડાવતા રહ્યા

દિલ્હી નજીક ગુરુગ્રામમાંથી ગૌરક્ષકો અને પોલીસે પાંચ ગૌ-તસ્કરોની 22 કિલોમીટર સુધી ફિલ્મી સ્ટાઈલથી પીછો કરીને ધરપકડ કરી હતી. વાહનનું ટાયર સળગી ગયા બાદ પણ ગૌ-તસ્કરોએ ગાડીને રિમ પર દોડાવી હતી અને ભાગી છૂટવા માટે મરણીયા પ્રયત્ન કર્યાં હતા. આ ઉપરાંત ગૌરક્ષકો તથા પોલીસનાં વાહનો અકસ્માત થાય તે માટે પૂરપાટ 100 કિલોમીટરથી વધુ ઝડપે દોડી રહેલી ગાડીમાંથી એક પછી એક ગાયોને ફેકતાં હતા અને સતત ફાયરિંગ કરતાં રહ્યા હતા. સમગ્ર ઘટનાક્રમો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

ક્રાઈમ બ્રાંચના DCP રાજીવ દેશવાલે જણાવ્યું હતું કે 6 તસ્કરો ચોરીછૂપીથી ગાયોને લઈ જઈ રહ્યા હતા ત્યારે ગૌરક્ષકોને આ ઘટનાની જાણ થઈ ગઈ હતી, જેમણે બાદમાં પોલીસને જાણ કરી હતી અને તેમનો પીછો કરવામાં આવ્યો હતો. જ્યારે ગૌ તસ્કરો ચોતરફથી ઘેરાઈ ગયા ત્યારે એક તસ્કરે ફ્લાઈઓવર ઉપરથી કુદકો લગાવ્યો હતો, જોકે પાંચ તસ્કરોની ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરપકડ કરાયેલ પાંચેય વ્યક્તિની ખાલિદ, તસલીમ, બલ્લુ, શાહીદ અને યાહયા તરીકે ઓળખ કરવામાં આવી છે.

COW

ગાયોને બચાવવાના અભિયાન સાથે જોડાયેલા કાર્યકર્તાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં કેટલાક ડેરી માલિકોએ વહેલી સવારે માહિતી આપી હતી કે કેટલાક ગૌ તસ્કરો પશુઓની ચોરી કરવાની યોજના ધરાવે છે. ત્યારબાદ પોલીસ તથા તેમની ટીમ દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર તસ્કરોને પકડવા ઝૂંબેશ હાથ ધરી હતી. જ્યારે ગુનેગારોનું વાહન આવ્યું ત્યારે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ 100 કિમીની ઝડપે ગાડીને ભગાડી હતી આ ઉપરાંત તેમણે પોતાની પાસે રહેલા હથિયારોથી ફાયરિંગ પણ કર્યું હતું. આ ઉપરાંત ગાડીમાંથી ગાયોને નીચે ફેકી રહ્યા હતા. આ ઘટનામાં ગાયોને ગંભીર ઈજા પહોંચી હતી.

See also  Deendayal Port Trust (DPT) Recruitment for Pilots (Marine) Posts 2022
cow 1

કાયદો હોવા છતાં ગૌ-તસ્કરી થઈ રહી છે

હરિયાણા સરકારે ગાયોની તસ્કરીની ડામવા માટે કડક દાયકો બનાવેલો છે અને ગાયોના રક્ષણ માટે એક પંચની રચના કરેલી છે,તેમ છતાં પશુઓની તસ્કરી સતત વધી રહી છે. પીછો કરતી વખતે ટ્રકનું ટાયરમાં આગ લાગી ગઈ હતી પણ ગાડીને ઝડપભેર દોડાવી રહ્યા હતા. યાહયા, બાલુ, તસલીમ, ખાલિદ તથા શાહીદની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શૌકીન ઉર્ફે સુંદા ભાગી છૂટ્યો હતો.