ઈન્ડિગોમાં મુસાફરી દરમિયાન બેગ બદલાઈ ગઈ, પેસેન્જરે વેબસાઇટ હેક કરી જાતે જ પોતાની બેગ શોધી નાખી

યાત્રા દરમિયાન પેસેન્જરના સામાન ખોવાઈ જવા અથવા એ અદલા-બદલી થઈ જવાની સમસ્યાઓ વારંવાર સાંભળવા મળતી હોય છે. આવી સ્થિતિમાં પેસેન્જર કસ્ટમર કેર સેન્ટર પર કોલ કરે છે, પરંતુ મોટા ભાગના મામલામાં કસ્ટમર કેર સેન્ટર પેસેન્જરને પોતાની સર્વિસથી સંતુષ્ટ નથી કરી શકતા, પછી પેસેન્જર પાસે કોઈ રસ્તો રહેતો નથી,. પરંતુ એક પેસેન્જરે આનાથી કંટાળીને ખોવાયેલી બેગને શોધવા માટે એરલાઈનની વેબસાઈટ જ હેક કરી લીધી.

યાત્રા દરમિયાન બદલાઈ ગઈ હતી બેગ

સોફ્ટવેર એન્જિનિયર નંદન કુમાર ઈન્ડિગોની ફ્લાઈટથી પટનાથી બેંગલુરુ જઈ રહ્યા હતા. યાત્રા પૂરી કર્યા બાદ જ્યારે તેઓ પોતાના ઘરે પહોંચ્યા તો તેમની પત્નીએ બેગ જોઈને જણાવ્યું કે આ બેગ કોઈ બીજાની છે. નંદનની બેગ અન્ય પેસેન્જરની બેગ સાથે બદલાઈ ગઈ હતી.

કસ્ટમર કેર સર્વિસને આપી જાણકારી

નંદને બેગ બદલાઈ જવાની જાણકારી ઈન્ડિગોની કસ્ટમર સર્વિસને આપી. કસ્ટમર કેર સેન્ટરે નંદનને તેમની બેગ વિશે જાણકારી ન આપી. ત્યાર બાદ નંદને જાતે જ પોતાની બેગને શોધવાનું શરૂ કર્યું અને એને શોધી પણ લીધી. ત્યાર બાદ નંદને સમગ્ર ઘટનાક્રમ વિશે ટ્વિટર પર જણાવ્યું. તેમણે પોતાના ટ્વીટમાં ઈન્ડિગોને પણ ટેગ કરી હતી.

એરલાઈન કંપનીએ કોઈ મદદ ન કરી

  • નંદનને જ્યારે જાણ થઈ કે બેગની અદલાબદલી થઈ ગઈ છે તો તેણે એરલાઈનની કસ્ટમર સર્વિસ પાસેથી મદદ માગી, પરંતુ ત્યાંથી કોઈપણ પ્રકારની મદદ ન મળતા નંદને ઈન્ડિગોની વેબસાઈટને હેક કરવાનું વિચાર્યું.
AP

હેક કરી લીધી એરલાઈનની વેબસાઈટ

નંદને વેબસાઈટના ડેવલપર કંસોલને ઓપન કરી નેટવર્ક લોગ રેકોર્ડમાં શોધખોળ કરી. થોડા સમય બાદ તેમણે તે પેસેન્જર વિશે જાણકારી મેળવી, જેમની બેગ તેમના જોડે બદલાઈ ગઈ હતી. તેમને પેસેન્જરની કોન્ટેક્ટ ડિટેલ્સ એક નેટવર્ક રિસ્પોન્સ મારફત મળી ગઈ.

See also  PSI List of Candidates Qualified for Document Verification, Marks, Cut-off 2022

નંદન કુમારની સલાહ- ઈન્ડિગો સર્વિસને વધુ સુરક્ષિત કરવાની જરૂર છે

નંદને જણાવ્યું હતું કે તેમની બેગ જે પેસેન્જર પાસેથી બદલાઈ તે તેના ઘરની નજીકમાં જ રહે છે. નંદને પેસેન્જરનો કોન્ટેક્ટ કર્યો અને બેગ એક્સચેન્જ કરી લીધી. બેગ મળી ગયા બાદ નંદન કુમારે એરલાઈન કંપનીને સલાહ આપી કે કસ્ટમર સર્વિસને સુરક્ષિત કરવાની જરૂર છે. કંપનીને IVR ફિક્સ કરવાની જરૂર છે, સાથે જ કંપનીએ પોતાની વેબસાઈટને પણ ફિક્સ કરવાની જરૂ છે, જેથી કસ્ટમર ડેટા લીક ન થઈ શકે.

ઈન્ડિગોએ નંદનને ખોટી માહિતી આપી

નંદને જણાવ્યું હતું કે એરલાઈન કંપનીના કસ્ટમર સર્વિસે દાવો કર્યો હતો કે બેગ માટે સંબંધિત પેસેન્જરને ત્રણવાર કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે જ્યારે એરલાઈન કંપનીના કોલ વિશે તે પેસેન્જરને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તેમને કંપની તરફથી કોઈ કોલ આવ્યો નથી.