કાયદાનો ફાયદો! સૌથી વધુ 1 હજાર કરોડ દંડ વીજચોરી-લેટ બિલ માટે, ટ્રાફિક નિયમ ભંગ માટે 400 કરોડ વસૂલાયા

  • 15થી 20 પ્રકારના દંડ દ્વારા પ્રજા પાસેથી 3 વર્ષમાં સરકારને 2700 કરોડની કમાણી
  • અમદાવાદમાં 9 દિવસમાં ટ્રાફિકની ડ્રાઇવમાં 24 લાખ દંડ વસૂલાયો
  • જો લોકો ટ્રાફિક, માસ્ક સહિતના નિયમોનું પાલન કરે તો વર્ષે સરેરાશ 800 કરોડ રૂપિયાની સીધી બચત કરી શકે છે!

નિયમો તો તોડવા માટે જ હોય છે. એવી એક સામાન્ય છાપ લોકોમાંથી હજુ ભૂંસાતી નથી. જેનું પરિણામ નિયમ તોડનાર લોકો જ ભોગવે છે. રોજબરોજના નિયોમોનો ભંગ કરીને વર્ષેદહાડે ગુજરાતીઓ અંદાજે 800 કરોડથી પણ વધુ રકમનો દંડ ભરે છે. હાલમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી રાજ્યભરમાં ટ્રાફિકની ડ્રાઇવ યોજાઈ હતી જેમાં માત્ર અમદાવાદ શહેરમાં 9 દિવસમાં સીટબેલ્ટ-હેલ્મેટ નહીં પહેરનારાઓ પાસેથી 23.65 લાખ રૂપિયા દંડ વસૂલાયો હતો.

વિવિધ વિભાગોમાંથી મળેલા આંકડાઓ પ્રમાણે, છેલ્લા 3 વર્ષમાં ગુજરાતીઓએ અંદાજે રૂ. 2500 કરોડની રકમના દંડ ભર્યો છે. કોરોનામાં માસ્કના નિયમોનો ભંગ કરીને જ બે વર્ષમાં રૂ. 250 કરોડનો દંડ આપણે ભરી ચૂક્યા છીએ. ટ્રાફિકના વિવિધ નિયમોના ઉલ્લંઘન બદલ ગુજરાતીઓ ત્રણ વર્ષમાં રૂ. 400 કરોડ જેટલો દંડ જમા કરાવી ચૂક્યા છે. હેલમેટ અને સીટ બેલ્ટના નિયમો તોડવામાં લોકો સૌથી આગળ છે. ત્રણ વર્ષમાં વીજચોરી કરીને પણ રૂ. 400 કરોડ તો વીજળી બિલ ભરવામાં મોડું કરીને રૂ. 600 કરોડથી વધારે ભરી ચૂક્યા છીએ.

3 વર્ષમાં વિવિધ દંડમાંથી થયેલી અંદાજે આવકના આંકડા:-

નિયમભંગદંડની વસૂલાત
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન400 કરોડ
માસ્ક દંડ250 કરોડ
વીજળી ચોરી420 કરોડ
લેટ વીજબિલ ચાર્જ634 કરોડ
ટ્રાન્સપોર્ટને લગતા નિયમભંગ250 કરોડ
સ્ટેમ્પ-રજિ. ફી દંડ170 કરોડ
આબકારી વિભાગ દંડ20 કરોડ
સ્ટેટ જીએસટી દંડ50 કરોડ
જન્મ-મરણ નોંધણી દંડ40 લાખ
જાહેર આરોગ્ય75 કરોડ
અન્ય200-300 કરોડ
(વિવિધ સ્રોતોમાંથી મેળવેલા આંકડાઓને આધારે. આ સિવાય પણ અન્ય પ્રકારના નિયમોના ભંગ માટે દંડ ઉઘરાવવામાં આવે છે.)

માસ્ક દંડ પેટે અમદાવાદમાં 60 કરોડ, સુરત જિલ્લામાંથી 30 કરોડ રૂપિયા વસૂલાયા, દંડની કુલ આવક 250 કરોડ રૂપિયા:-

રાજ્યમાં બે વર્ષમાં માસ્કના નિયમનો ભંગ કરનારા 36.26 લાખ લોકો પાસેથી 250 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. સ્થળ પર દંડ ન ભરનાર 53 હજાર લોકો સામે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. એક કરોડથી ઓછા દંડની વસૂલાત માત્ર બે જિલ્લાઓ ડાંગ અને નર્મદામાં છે. અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ 60 કરોડ, સુરત જિલ્લામાંથી 30 કરોડના દંડની વસૂલાત કરાઇ છે.

જિલ્લો નામવ્યક્તિ સંખ્યાદંડની રકમ
અમદાવાદ773938598574650
રાજકોટ215527126638525
સુરત375155294771445
વડોદરા267424210197000
આણંદ6059538860200
ગાંધીનગર9771743257200
ખેડા196205132987600
બનાસકાંઠા14438456262500
કચ્છ11851263229300
ભરૂચ5720540790700
મહેસાણા146436101992200
કુલ36265722499061020

3 વર્ષમાં વીજચોરી કરતાં પેમેન્ટ ડીલે ચાર્જ વધ્યો, કુલ 634 કરોડ:-

વર્ષવીજચોરી દંડડીલે પેમેન્ટ ચાર્જ
2017-18112 કરોડ177 કરોડ
2018-19156 કરોડ212 કરોડ
2019-20152 કરોડ254 કરોડ
કુલ419 કરોડ634 કરોડ

રાજ્યમાં વીજળી ચોરીના વધતા દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ 16 પોલીસ સ્ટેશન કાર્યરત છે. સુરત, વડોદરા, નડિયાદ, ગોધરા, ભરૂચ, વલસાડ, સાબરમતી, હિંમતનગર, મહેસાણા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભૂજ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર ખાતે વીજચોરીને ડામવા અલગ પોલીસ સ્ટેશન છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના વિજિલન્સ વિભાગ દ્વારા આ કામગીરી કરાય છે.

3 વર્ષના દંડની રકમ સરકારના 10 ખાતાના બજેટ કરતા પણ વધારે:-

વિભાગ2022-23નું બજેટ
ક્લાઇમેટ ચેન્જરૂ. 931 કરોડ
અન્ન, નાગરિક પુરવઠોરૂ. 1526 કરોડ
વન-પર્યાવરણરૂ. 1822 કરોડ
સામાન્ય વહીવટરૂ. 2146 કરોડ
માહિતી-પ્રસારણરૂ. 199 કરોડ
કૌશલ્ય-રોજગારરૂ. 1837 કરોડ
કાયદા વિભાગરૂ. 1740 કરોડ
બંદરો-વાહનવ્યવહારરૂ. 1504 કરોડ
સાયન્સ-ટેકનોલોજીરૂ. 669 કરોડ
સ્પોર્ટ્સ, યુવારૂ. 517 કરોડ

શહેરો મોખરે – અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ દંડ વસૂલાયો. દાહોદ, તાપી, છોટાઉદેપુર જિલ્લાઓ સૌથી ઓછો દંડ વસૂલાયો