આતંકીઓએ પિતાના ગળામાં કાટાળા તાર નાંખીને ઝાડ પર લટકાવી દીધા, 3 દિવસ સુધી કોઈએ બોડી નીચે પણ નહોતી ઉતારી

ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ આવ્યા પછી કાશ્મીરી પંડિતોનો એક પછી એક દુઃખદ અનુભવો પ્રકાશમાં આવી રહ્યાં છે. આ પૈકીના એક રવિન્દ્ર પંડિત પણ છે, તેમના પિતાની સાથે આતંકીઓએ અમાનવીય વ્યવહાર કર્યો હતો. પછીથી તેમને રીબાવી-રીબાવીને મારી નાંખ્યા હતા. રવિન્દ્રએ કાશ્મીરી પંડિતો માટે બનાવવામાં આવેલા કેમ્પોની ખરાબ સ્થિતિનું વર્ણન કર્યું છે. તેને સાંભળીને કોઈને પણ દયા આવી જાય.

તો ચાલો જાણીએ રવિન્દ્રની આ કહાની…

હંદવાડાના ભગત પોરાના રહેવાસી પંડિત જગરનાથની 7 ઓક્ટોબર 1990ના રોજ સફરજનના બગીચામાં હત્યા કરવામાં આવી હતી.

કોઈના શરીરમાં ઘણાં બધા કાણા પાડવામાં આવે અને લોખંડના કાટાળા તાર તેના ગળામાં ભરાવીને તે વ્યક્તિને ઝાડ પર લટકાવવામાં આવે, તો તે વ્યક્તિને કેટલુ દર્દ થયું હશે તેની તમે કલ્પના કરી શકો છો? આ વ્યક્તિ હતા મારા પિતા પંડિત જગરનાથ. જો કદાચ અમે હથિયાર ઉઠાવી લીધા હોત તો વધુ એક નરસંહાર થાત.

કાશ્મીર ફાઈલ્સના એક સીનમાં ઝાડ પર લટકેલી બે લાશો દેખી ધ્રુજી જવાય છે. આ કોઈ ફિક્શન નથી, રિયલ સ્ટોરી છે.

કોઈના શરીરમાં ઘણાં બધા કાણા પાડવામાં આવે અને લોખંડના કાટાળા તાર તેના ગળામાં ભરાવીને તે વ્યક્તિને ઝાડ પર લટકાવવામાં આવે, તો તે વ્યક્તિને કેટલુ દર્દ થયું હશે તેની તમે કલ્પના કરી શકો છો?

ફિલ્મના એક સીન કરતા ઘણી વધુ ખતરનાક છે આ કહાની:

  • ત્રણે ભાઈઓમાંથી સૌથી વધુ પિતા સાથે એટેચ હતો. તે સમયે તે ટીનએજર હતો. બે વર્ષ સુધી ડિપ્રેશનમાંથી નીકળી શક્યો નહોતો. આજે પણ ક્યારેક ક્યારેક તેમના શરીરમાં અંખ્ય કાણા પડવાથી તેમને કેટલું દર્દ થયું હશે તે વાત યાદ આવી જાય છે.

ત્રણ દિવસ સુધી લટકેલી રહી હતી પિતાની બોડી:

7 ઓક્ટોબર 1990ની સાંજે મારા પિતા અને તેમની સાથે અમારા એક સગા ઓફિસમાંથી ઘરે પરત ફર્યા હતા. અમારુ ઘર જિલ્લા કુપવાડા, તાલુકો હંદવાડના ગામ ભગત પોરમાં હતું. પિતાએ કદાચ પહેલો કોળીયો જ જમ્યો હશે કે તરત અમારા નોકરે તેમને કહ્યું સર કોઈ બહાર તમને બોલાવી રહ્યું છે. થાળી છોડીને બંને બહાર નીકળ્યા તો ત્યાં ખરેખરે તેમને મળવા બીજુ કોઈ નહિ પરંતુ આતંકવાદી આવ્યા હતા.

તે લોકો તેમને ઘરેથી 500 મીટર કે એક કિલોમીટરના અંતરે બગીચામાં લઈ ગયા. ત્યાં તેમને ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યા. પછીથી અમને ખ્યાલ આવ્યો કે આતંકવાદીઓ તેમને પાકિસ્તાન જિંદાબાદ એમ કહેવડાવવા માંગતા હતા. જ્યારે તેમણે આમ કહેવાથી ઈન્કાર કર્યો તો તેમના સમગ્ર શરીરમાં કાણાં પાડી નાંખવામાં આવ્યા હતા.

તે પછી પણ તે વંદેમાતરમ બોલતા રહ્યાં તો તેમના ગળામાં કાટાળો તાર બાંધીને તેમને સફરજનના ઝાડ પર લટકાવવામાં આવ્યા હતા. આતંકીઓએ ઝાડ પર લટકેલી બંને લાશો પર એક નોટ પણ લખી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે જો કોઈએ તેમને નીચે ઉતાર્યા તો તેમની પણ આ જ સ્થિતિ થશે, જે હાલ આ બે લોકોની થઈ છે. ત્રણ-ત્રણ દિવસ સુધી કોઈએ તેમને ઝાડ પરથી નીચે ઉતાર્યા નહોતા.

પંડિત જગરનાથની હત્યાની જાણ તેમના પરિવારને ન્યુઝપેપરના માધ્યમથી થઈ હતી.

હત્યાના 24 કલાક પછી અમને માહિતી મળી હતી:

  • તે સમયે મોબાઈલ કે ફોન ચલણમાં જ નહોતા. અમને સમાચારથી 8 ઓક્ટોબરના રોજ ખ્યાલ આવ્યો. ત્રણ દિવસ પછી તેની લાશ, જ્યારે ઝાડ પરથી ઉતારવામાં આવી તો તેના શરીર પણ કાણા હતા, ગળામાં કાટાળા તાર હતા. આ મામલામાં ઈન્વેસ્ટીગેશન પણ થયું. ન્યુઝ પેપરમાં આવેલી જાહેરાતથી થોડી માહિતી મળી. અમે આ મામલાની માહિતી મેળવવા માટે આરટીઆઈ પણ કરી હતી. એફઆઈઆર પણ કરી હતી. આ બધી જ વસ્તુઓ અમારી પાસે છે.

તેમના અંતિમ સંસ્કાર પણ ગામમાં ન થવા દીધા:

  • આતંકીઓનો ડર હતો કે કાશ્મીરી પંડિતોથી નફરત એ ખ્યાલ નથી પરંતુ ગામના લોકોએ તેમના અંતિમસંસ્કાર પણ ત્યાં ન થવા દીધા. ગામમાં મુસ્લિમોની પણ મોટા પ્રમાણમાં વસ્તી હતી. અહીં આતંકવાદ ખૂબ જ હતો પરંતુ કોઈ જ સ્થાનિક વ્યક્તિએ આ વાતનો ક્યારે પણ વિરોધ કર્યો નહોતો. અમને તો કોઈ કહ્યું નથી કે તમે કાશ્મીર ન છોડશો. અમે તમારી સાથે છીએ.

જોબના કારણોસર પિતા નીકળી શક્યા નહોતા:

  • જ્યારે આ ઘટના બની તો માત્ર પિતા અને તેમના એક સંબંધી ભગત પોરામાં હતા. બાકી મારા કાકા, તેમનો પરિવાર, અમે ત્રણે ભાઈઓ, દાદી ફેબ્રુઆરીમાં સ્થિતિ બગડતા જ જમ્મુ જતા રહ્યાં હતા. પિતાની સરકારી નોકરી હતી, આ કારણે તેમને રોકવવું પડ્યું હતું.
જગરનાથના ડેથ સર્ટિફિકેટમાં તેમના મૃત્યુના કારણનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિફ્યુજી કેમ્પોમાં નર્ક જેવી સ્થિતિનો સામનો કર્યો છે:

  • એક અંદાજ મુજબ લગભગ 5 લાખ કાશ્મીરી પંડિતોએ પલાયણ કર્યું હતું. હત્યાઓ, રેપ મોટા પ્રમાણમાં થયા હતા. નોંધાયેલો આંકડો તો ઘણો ઓછો છે. અમે ઘણું બધુ છોડીને વર્ષો સુધી એવા કેમ્પોમાં રહ્યાં, જ્યાં પાણી મળવું પણ મુશ્કેલ હતું. કેમ્પોમાં ઘણા લોકો કપરી સ્થિતિનો સમનો ન કરી શકવાના કારણે મૃત્યુ પામ્યા હતા. 40-45 ડિગ્રીનો તડકો સહન કરી શક્યા નહોતા. સાપ કરડવાથી પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. ભલે આતંકીઓએ આ હત્યા ન કરી હોય પરંતુ આ બધા મૃત્યુ પણ નેચરલ નહોતા.

અમારી નિશાનીઓને પણ ભૂસી નાખવામાં આવી:

  • હું તાજેતરમાં જ પોતાના ઘરે ગયો પરંતુ અહીં અમારા ઘરનું નામોનિશન પણ નથી. ગામના લોકોએ ઘરને પાડી નાંખીને જમીનને સમતળ કરી દીધી હતી. અમારા ઘણા પાડોશીઓના ઘર પણ હવે અહીં નથી. હા બગીચા છે. તે પણ જંગલ બની ગયા છે.

માતા નહોતી, પિતા પણ ન રહ્યાં:

  • ત્રણે ભાઈઓમાં હું મારા પિતા સાથે ખૂબ જ એટેચ હતો. ત્યારે હું 17-18 વર્ષનો હતો. 8 ઓક્ટોબર 1990ના રોજ જ્યારે મને પિતા વિશે ખ્યાલ આવ્યો તો હું પણ ડિપ્રેશનમાં જતો રહ્યો. આંસુ ન પાડી શક્યો. ડોક્ટરોએ મને સલાહ આપી કે રડ્યો નહિ તો આ દુઃખ ક્યારે ખત્મ થશે નહિ. બે વર્ષ સુધી ડિપ્રેશનની સારવાર ચાલી.
  • મારી માતાનું મૃત્યુ તો 1978માં જ થયું હતું. અને હવે પિતાની પણ હત્યા થઈ ગઈ. મારા મોટાભાઈએ મને મહારાષ્ટ્રમાં ભણવા માટે મોકલી દીધો હતો. મારા મોટાભાઈ તે સમયે શિક્ષક હતા. સ્થિતિ બદલાઈ તો હું ભણવામાં લાગી ગયો. એન્જિનિયર બનીને ત્યાંથી બહાર નીકળ્યો.