બજારમાં ઘઉં MSP કરતાં પણ વધુએ વેચાય છે, ભાવ રૂ.3500

રવી સિઝનની કાપણી પહેલાં ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં આ વખતે ઓપન માર્કેટમાં એમએસપી કરતાં પણ ઊંચા ભાવે ઘઉં વેચાશે એવા સંકેતો છે. મધ્ય પ્રદેશના ખંડવા, બુરહાનપુર, સાગર સહિત વિવિધ જિલ્લામાં ઓપન માર્કેટમાં ઘઉંની ખરીદી 2200થી 2300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. તેના કારણે ખેડૂતો સરકારી બજારોથી દૂર રહેશે એવી શક્યતા છે.

UPમાં બીજેપી-સપા વચ્ચે કાંટાની ટક્કર, ગોવામાં કોંગ્રેસ 40માંથી 20 સીટ પર આગળ; પંજાબમાં ‘આપ’ બહુમત નજીક

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં બેલેટ પેપર્સની ગણતરી થઈ રહી છે અને ત્યારપછી ઈવીએમ ખોલવામાં આવશે. એક્ઝિટ પોલ પ્રમાણે યુપી, ઉત્તરાખંડ અને મણિપુરમાં બીજેપીની સરકાર ફરી આવવાની શક્યતા છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર છે. જ્યારે ગોવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થવાની શક્યતા છે.

યુક્રેનને નાટોનું સભ્યપદ નથી જોઈતું, ડોનેટ્સ્ક અને લુગાંસ્ક અંગે વાતચીત માટે પણ તૈયાર

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી કહ્યું છે કે યુક્રેનને નાટોનું સભ્યપદ નથી જોઈતું. તેઓએ કહ્યું કે તેઓ બે અલગ અલગ રશિયાના સમર્થક વિસ્તાર (ડોનેટ્સ્ક અને લુગાંસ્ક)ની સ્થિતિ અંગે સમજૂતી કરવા માટે પણ તૈયાર છે. આ બન્ને વિસ્તારને પુતિને યુક્રેન પર આક્રમણ કરતા પહેલા સ્વતંત્ર જાહેર કર્યા હતા. આ બન્ને મુદ્દાન જ રશિયા-યુક્રેન યુદ્ધનું કારણ માનવામાં આવે છે. રશિયાને શાંત કરવા માટે ઝેલેન્સ્કીએ આ નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારે કોરોનાકાળમાં 4.50 લાખથી વધુ પીપીઇ કિટ તો ખરીદી, પણ ઓર્ડર 241થી માંડી 1087 પ્રતિ નંગના ભાવે આપ્યા

કોરોનાકાળ દરમિયાન હોસ્પિટલોમાં દર્દીની સારવાર માટે કોરોના વોર્ડમાં પીપીઈ કિટની સૌથી વધુ જરૂર પડી હતી. આ માટે ગુજરાત સરકારે વર્ષ 2020 અને 2021માં રુ. 43 કરોડ જેટલી કિંમતની PPE કિટની ખરીદી કરી હતી. પરંતુ આ PPE કિટની ખરીદીમાં ભાવની ચૂકવણીમાં ભારે વિસંગતતા હોવાનું અને એને પગલે ગેરરીતિની વ્યાપક શંકાઓ મંગળવારે વિધાનસભામાં આ અંગે રજૂ થયેલા રિપોર્ટને પગલે ઉદભવી છે. તેમાં પણ એક જ દિવસે ચાર અલગ-અલગ કંપનીઓને અપાયેલા ઓર્ડરમાં રુ. 241થી માંડીને રૂ. 1087 પ્રતિ નંગ પીપીઈ કિટના ચૂકવાતા ગેરરીતિની શંકાઓ મજબૂત બની છે.

રશિયાનું આજે યુદ્ધ વિરામનું એલાન; પોલેન્ડ પોતાના તમામ મિગ-29 ફાઈટર પ્લેન યુક્રેનને આપશે

આજે રશિયા અને યુક્રેનના યુદ્ધનો 14મો દિવસ છે. રશિયાએ બુધવારે સીઝફાયરની ઘોષણા કરી છે, જેથી યુદ્ધમાં ફસાયેાલા નાગરિકોને કાઢી શકાય. સુમી, ખાર્કીવ, મારિયોપોલ, ચેરનીહીવ, જાપોરિજામાં યુદ્ધવિરામ રહેશે. યુક્રેનની સેનાએ રશિયા માટે અપેક્ષાથી ઉલટું ભારે અવરોધ સર્જ્યો છે. યુક્રેન કહે છે કે રશિયન સેનાએ યુક્રેનની 61 હોસ્પિટલ અને મેડિકલ ઈક્વિપમેન્ટ નષ્ટ કરી દીધા છે.

વિદેશની ધરતી પર વતનના લોકોની મદદે આવતાં ગુજરાતીઓ, યુક્રેનથી રોમાનિયા પહોંચેલા લોકો માટે મસીહા બન્યાં

એમ્બેસી બધે ન પહોંચી શકતા વોલેન્ટિયર યુવકને જોઈને લોકોમાં જીવમાં જીવ આવ્યો એક યુવકને યુક્રેનથી ગુજરાતીઓ પહોંચ્યા ખબર પડી તો …

Read more

UNSCમાં સ્થાયી સભ્યપદ માટે હવે અમેરિકા કરી શકે છે ભારતનો વિરોધ, રશિયાના સમર્થનથી પશ્ચિમી દેશોનું દબાણ વધ્યું

યુક્રેન પર રશિયાના હુમલા વિશે ભારતનું તટસ્થ વલણ હવે અમેરિકાને ખૂંચી રહ્યું છે. યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બે વાર …

Read more

ગુજરાતમાં 3 વર્ષમાં MD ડ્રગ્સના બંધાણી 1200% વધ્યા, નશાખોરોમાં 36% બેરોજગાર અને 30% મહિલાઓ પણ

કોરોનાકાળ દરમિયાન દેશમાં 3 હજાર કિલો જેટલું હેરોઇન જપ્ત, 1 વર્ષમાં 37000%નો વધારો: DRI વ્યસનમુક્તિ કેન્દ્રોમાં ટેલિફોનિક સલાહ લેનારાઓ વધ્યા, …

Read more

રશિયા – યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારોની એન્ટ્રીથી વિશ્વમાં હલચલ મચી! ફ્રાન્સે બેલારુસને ફોન કર્યો; બાઈડેનનું મોટું નિવેદન,ત્રીજું વિશ્વ યુદ્ધ જ એકમાત્ર વિકલ્પ

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ શનિવારે સાંજે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાતચીત કરી 1 લાખ સૈનિકોએ અમારા ઘરો પર હુમલા કર્યા …

Read more