ગુજરાતના 77 IPSની એકસાથે બદલી, 20 IPSની બઢતી સાથે બદલી, વાંચો આખું લિસ્ટ

  • ઈમાનદાર છબિ ધરાવતા નિર્લિપ્ત રાય હવે સ્ટેટ મોનિટરિંગ સેલમાં આવતાં ભ્રષ્ટ પોલીસમાં ફફડાટ

ગુજરાતમાં ચૂંટણી પહેલાં પોલીસબેડામાં મહત્ત્વની બદલીઓ આવવાની હતી, જે વિધાનસભા સત્ર પૂર્ણ થતાં આવી ગઈ છે. આ બદલીઓ હાલ ચૂંટણીને ઘ્યાનમાં રાખીને કરવામાં આવી હોય એમ જોવા મળી રહ્યું છે .આજે થયેલી બદલીઓમાં 57 IPS ની બદલી, જ્યારે 20ની બઢતી થઈ છે. એમાં 9 DySP, જેઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવી છે. અમદાવાદમાં પણ બદલીઓ થઈ છે. આ સાથે રાજ્યમાં કડક છબિ ધરાવતા નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરતાં કેટલાક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યમાં બદલીઓ કરવામાં આવી છે એમાં DySP માંથી પ્રમોશન મેળવીને SPS બનેલા અધિકારીઓ, જેમનું પોસ્ટિંગ બાકી હતું તેમનું પણ આજે પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદના 6 ઝોનના DCPની બદલી થઈ

અમદાવાદના 6 ઝોનના ડીસીપીની બદલી થઈ છે, જેમાં ઝોન 1 ડીસીપી રવીન્દ્ર પટેલની ભાવનગર SP તરીકે બદલી થઇ છે. ઝોન 1 DCP તરીકે ડો.લવીના સિંહને મૂકવામા આવ્યા છે. ઝોન 2 DCP વિજયકુમાર પટેલની બદલી પાટણ SP તરીકે કરવામાં આવી છે અને ઝોન 2 DCP તરીકે જયદીપસિંહ જાડેજાને મૂકવામાં આવ્યા છે. ઝોન 3 DCP તરીકે સુશીલ અગ્રવાલને મૂકવામાં આવ્યા છે. ઝોન 4 DCP રાજેશ ગઢિયાને ખેડા SP તરીકે મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ઝોન 4 DCP તરીકે અમદાવાદ SOG ડીસીપી મુકેશ પટેલને મૂકવામાં આવ્યા છે. ઝોન 5 DCP અચલ ત્યાગીને મહેસાણા SP તરીકે મુકાયા છે અને ઝોન 5 DCP તરીકે બળદેવ દેસાઈને મૂકવામાં આવ્યા છે. ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુને જામનગર SP તરીકે મુકાયા છે અને તેમની જગ્યાએ ભગીરથસિંહ જાડેજાને ઝોન 7 DCP તરીકે મૂકવામાં આવ્યા છે. ટ્રાફિક ડીસીપી તેજસ પટેલની સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી તરીકે મૂકવામાં આવ્યા છે.

See also  Gujarat All Bus depo Help Line number and Real time Bus Traking Report online Check
IPS
IPS 2
IPS 3
IPS 4