SBI ના 25 લાખના લોનધારકો વર્ષે 2500 EMI વધુ ચૂકવશે, બેન્કની વાર્ષિક કમાણી 1250 કરોડ સુધી વધશે

  • RBIએ વ્યાજદર નથી વધાર્યા પરંતુ ટોચની બેન્કોએ લોનના દર વધારી દીધા, ઓક્ટોબર 2019 પહેલાની તમામ લોન મોંઘી થશે
  • SBI, એક્સિસ બેન્કના MCLR માં 0.10% વધારો; SBI ની કુલ લોન 18 લાખ કરોડ, 65થી 70 % ઓક્ટો. 2019 પહેલાની
  • 18 લાખ કરોડનું SBI નું લોન વિતરણ, 1250 કરોડથી વધુ કમાણી કરશે

વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેન્કો વ્યાજદર વધારાની શરૂઆત કરી છે, જ્યારે આરબીઆઇ વેઇટ એન્ડ વોચ નીતિ અપનાવી રહી છે. પરંતુ દેશની ટોચની બેન્કો રિઝર્વ બેન્કની અવગણના કરી વ્યાજદર વધારાની શરૂઆત કરી ચૂકી છે. દેશની અગ્રણી બેન્ક એસબીઆઇએ MCLR દર 0.10 ટકા વધાર્યો છે જેના કારણે ઓક્ટોબર 2019 પહેલાની તમામ હોમ, ઓટો તથા પર્સનલ લોન મોંઘી થશે. SBI ના 25 લાખ લોન ધારકોએ વર્ષે 2500 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જો કે બેન્કને તેનાથી વર્ષે 1250 કરોડની કમાણી થશે. એક્સિસ તથા બેન્ક ઓફ બરોડાએ પણ 0.05 ટકાનો વધારો કર્યો છે.

આરબીઆઈએ સતત 11મી વખત રેપો રેટ યથાવત રાખ્યો હોવા છતાં દેશની ટોચની સરકારી બેન્ક એસબીઆઈએ એમસીએલઆરમાં 10 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જે 15 એપ્રિલથી લાગૂ થશે. એસબીઆઇએ અત્યાર સુધીમાં કુલ 18 લાખ કરોડની લોનનું વિતરણ કર્યું છે જેમાં 65-70 ટકા લોન ઓક્ટોબર-2019 પહેલાની છે જેને ધ્યાનમાં લેતા જૂની લોન પર વ્યાજદરમાં ઇફેક્ટ આવશે જ્યારે નવી લોન રેપોરેટ સાથે સંલગ્ન હોવાથી જ્યાં સુધી રેપોરેટ નહીં વધે ત્યાં સુધી લોન ધારકોને રાહત રહેશે.

જાહેર સેક્ટરની અગ્રણી બેન્ક એસબીઆઇએ દેશભરમાં સરેરાશ 18 લાખ કરોડથી વધુની રકમનું લોન વિતરણ કર્યું છે. જેમાં 70 ટકા લોન MCLR આધારિત એટલે કે 12.5 લાખ કરોડની લોન જૂના નિયમો આધારિત છે જેમાં MCLR વધારો તુરંત જ લોનના દર પર જોવાશે. આવા સંજોગોમાં 25 લાખની હોમલોનના ગ્રાહકો પાસેથી ભલે વાર્ષિક 2500 જ વધારે એકત્ર કરે પરંતું બેન્કને સરેરાશ 1250 કરોડથી વધુની કમાણી થશે.

MCLR હોમ લોનધારકોએ વર્ષે રૂપિયા 2500 વધારે ચૂકવવા પડશે

વિગત7%7.10%
વાર્ષિક વૃદ્ધિ
25 લાખ14583147922508
50 લાખ
29167
295834992
1 કરોડ583335916710008
(નોંધ: એસબીઆઈની સ્થિતિ મુજબ, મુદ્દત 20 વર્ષ)

ઓટો લોનધારકોએ વર્ષે રૂ. 1500થી 2500 વધારે વધુ ચૂકવવા પડશે

વિગત7%7.10%
વાર્ષિક વૃદ્ધિ
5 લાખ29172958492
15 લાખ87508875
1500
25 લાખ
14583
147922508
(7થી 10 વર્ષની મુદતની ઓટો લોન માટેના દર)

પર્સનલ લોનધારકોએ વર્ષે રૂપિયા 500થી 4000 વધારે ચૂકવવા પડશે

વિગત8%8.00%વાર્ષિક વૃદ્ધિ
5 લાખ32923333492
15 લાખ9875100001500
40 લાખ26333266674008
(સ્રોત: બેન્કબાઝાર.કોમ, વ્યાજના દરો વિવિધ બેન્કોમાં જુદા-જુદા)