PM મોદીએ લોકસભા-રાજ્યસભાના 34 સાંસદો સાથે ચર્ચાઓ કરી, ગામે-ગામ લોકો સુધી પહોંચવાનો ટાર્ગેટ અપાયો

  • કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું

ગુજરાતમાં હવે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થાય એવો માહોલ જામ્યો છે. આ સ્થિતિમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ‘મિશન-150’ને પાર પાડવા ભાજપે અનોખો રોડમેપ પણ તૈયાર કરી દીધો છે. વડાપ્રધાન મોદીએ તેમના નિવાસસ્થાને ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના 34 સાંસદો સાથે સંવાદ કર્યો હતો. તે ઉપરાંત જનહિત માટે કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. PM મોદીએ ગુજરાતના તમામ સાંસદોને ‘બૂસ્ટર ડોઝ’ આપીને વિકાસ કાર્યો જન જન સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીજીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદો સાથે સંવાદ કર્યો તથા જનહિત માટે કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

વિકાસના એજન્ડા પર જ ભાજપ ચૂંટણી લડશે

વિકાસના એજન્ડા પર જ ભાજપ આગામી ચૂંટણી લડવાનો છે એ નક્કી છે. આ માટે ભાજપે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવાનો વ્યૂહ ઘડ્યો છે. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ટાર્ગેટ કરીને જ વિધાનસભામાં 150 બેઠકની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવાનો ભાજપનો લક્ષ્યાંક છે.વડાપ્રધાનના માર્ગદર્શન બાદ ભાજપના તમામ નેતાઓ આગામી વિધાનસભામની ચૂંટણી માટે કામે લાગી જશે અને 150 સીટો મેળવવાનો ટાર્ગેટ પુરો કરવા મહેનત કરશે.

PM MODI
વડાપ્રધાનના માર્ગદર્શન બાદ ભાજપના તમામ નેતાઓ આગામી વિધાનસભામની ચૂંટણી માટે કામે લાગી જશે

ગામે-ગામ લોકો સુધી પહોંચવાનો ટાર્ગેટ અપાયો

તાજેતરમાં જ સંપન્ન થયેલી ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સળંગ બીજી વખત બે-તૃતીયાંશ બહુમતીથી વિજયપતાકા લહેરાવ્યો છે. એ ચૂંટણીમાં પણ ભાજપે ત્યાંની યોગી આદિત્યનાથ સરકારે પ્રજા માટેની વિવિધ યોજનાના લોકોને મળેલા લાભનો ભરપૂર પ્રચાર કર્યો હતો. આ માટે ગુજરાત પેટર્નથી પ્રચાર યુપીમાં કરાયો હતો. ત્યાં સફળતા બાદ હવે આ પેટર્ન ગુજરાતમાં પરત આવી છે. અહીં પણ ભાજપના પ્રદેશ સંગઠન અને સત્તા પાંખ બંનેને આ રાહે ગામે-ગામ લોકો સુધી પહોંચવાનો ટાર્ગેટ અપાયો છે.

See also  ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો : How To Apply Driving Licence?
PM MODI 1
સંગઠન અને સત્તા પાંખ બંનેને આ રાહે ગામે-ગામ લોકો સુધી પહોંચવાનો ટાર્ગેટ અપાયો

કેન્દ્ર-રાજ્યની યોજનાઓના લાભાર્થીનો આ છે રોડમેપ

ગુજરાત ભાજપ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓની કામગીરીની યાદી તૈયાર કરાઈ છે. આ યાદી મુજબ દર મહિને અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમો અંતર્ગત કેન્દ્ર સરકારમાં ગુજરાતના સાંસદ હોય તેવા મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યોને ગુજરાતના ખૂણે-ખૂણે પ્રવાસ કરીને યોજનાઓનો લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાનો ટાસ્ક અપાયો છે. આ કામગીરીની સાથે તેનો પ્રચાર-પ્રસાર કરવા માટેનો એક રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.