માત્ર ઈમારતો જ હેરિટેજ નથી હોતી, ઝાડ પણ હેરિટેજ હોય છે!, થડમાં ખીલી મારવી હોય તો પણ સરકારને પૂછવું પડે

  • ગુજરાતમાં 52 વૃક્ષો રક્ષિત જાહેર કરાયા છે, તેની દેખભાળ માટે વનવિભાગે સ્ટાફ ફાળવ્યો છે

18 એપ્રિલનો દિવસ એટલે વર્લ્ડ હેરિટેજ ડે. હેરિટેજ શબ્દ આપણા કાને અથડાય એટલે જૂની-પુરાણી ઈમારતો, કિલ્લા માનસપટ પર તરવા લાગે. હેરિટેજને આપણે ત્યાં જૂની ઈમારત પૂરતો સિમિત શબ્દ બનાવી દેવાયો છે. પણ એવું નથી. હેરિટેજનો સીધો સરળ અર્થ છે વારસો. આ વારસો કોઈપણ રૂપે હોઈ શકે. એ તળાવ હોઈ શકે, એ નદી હોઈ શકે, એ વૃક્ષો પણ હોઈ શકે. જી હા, વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ગુજરાતના હેરિટેજ વૃક્ષોની વાત કરવાની છે. બાળકોને પણ આ વાતની જાણકારી હોવી જરૂરી છે. ખાસ તો હેરિટેજ શબ્દનો વ્યાપક અર્થ સમજવાની પણ એટલી જ જરૂર છે.

ગુજરાતમાં ક્યા અને કેટલા હેરિટેજ વૃક્ષ છે ?

એક વર્ષ પહેલાં, એપ્રિલ 2021માં ગુજરાત સરકારે રાજ્યના 52 વૃક્ષોને હેરિટેજ જાહેર કર્યા. જેમાં ભરૂચમાં 1, ગાંધીનગરમાં 2, તાપીમાં 3, સાબરકાંઠામાં 3, વડોદરા જિલ્લામાં 6, નવસારીમાં 3, સુરતમાં 1, જૂનાગઢમાં 6, ભાવનગરમાં 1, નર્મદામાં 4, વલસાડમાં 2, દાહોદમાં 2, નડીયાદમાં 3, મહેસાણામાં 3, સુરેન્દ્નનગરમાં 1, ડાંગમાં 6 અને પંચમહાલમાં 2, તથા અમદાવાદ, બનાસકાંઠા અને પાટણમાં એક-એક હેરિટેજ વૃક્ષ છે.

kabir vad 2 1650199828
ભરૂચમાં નર્મદા કિનારે આવેલો પૌરાણિક કબીર વડ.

હેરિટેજ ટ્રી એટલે શું ?

જે વૃક્ષોને હેરિટેજ જાહેર કરાયા છે તે વૃક્ષો તે હેરિટેજ ઈમારતની જેમ મૂલ્યવાન અને રક્ષિત જ ગણાય. રક્ષિત એટલે સરકારી મિલકત. હેરિટેજ જાહેર થયેલા વૃક્ષને સરકારની પરવાનગી વગર કાપી શકાય નહીં. કાપો તો બહુ કઠીન સજાની જોગવાઈ છે. કાપવાની વાત તો દૂર, આવા વૃક્ષ ફરતે બાંધકામ ન થઈ શકે. થડમાં ખીલી પણ ન લગાવી શકાય. આ વૃક્ષોને નુકસાન ન પહોંચે એટલે તેનું ધ્યાન રાખવા સરકારે વનવિભાગ હસ્તક ગાર્ડ નિમ્યા હોય છે. જે સમયાંતરે વૃક્ષની તપાસ કરે. ગામના લોકો આ વૃક્ષોનું મહત્વ સમજે એ માટે શિબિરો યોજીને સમજ અપાય છે. ગ્રામ પંચાયત અને સ્થાનિક ગ્રામજનોનો સંપર્ક કરી સંરક્ષણ માટે માહિતગાર પણ કરાય છે.

See also  Vidhva Punah Vihah Sahay Yojana 2022 | Online Application
oldest piloo tree 1650199907
ગાંધીનગરના દેહગામના વદડ ગામે આવેલું વર્ષો જૂનું પીલુનું ઝાડ

ઝાડ હેરિટેજ છે તે કેવી રીતે નક્કી થાય છે ?

વન વિભાગ દ્વારા મહત્વના વૃક્ષોની યાદી તૈયાર થાય છે પછી એક્સપર્ટ પેનલ દ્વારા વૃક્ષોના માપદંડ નક્કી થાય છે. જેમ કે, સૌથી મોટું વૃક્ષ, સૌથી વધારે આયુષ્ય ધરાવનાર વૃક્ષ, અસામાન્ય વૃક્ષ… આ પ્રકારની વ્યાખ્યામાં બંધ બેસતા વૃક્ષોને હેરિટેજ જાહેર કરવામાં આવે છે. સદીઓથી અડીખમ ઊભેલું વૃક્ષ પણ હેરિટેજ ગણાય.

graphic 2 shemlo 1650200112 1
દાહોદના જૂના વડિયા ગામે બે સદી જૂનો શેમળો ઊભો છે

મહત્વના હેરિટેજ વૃક્ષો

લીમખેડા તાલુકાના જૂના વડિયા ગામના ખાંડીવાવ ફળિયામાં આવેલું શેમળાનું વૃક્ષ દાહોદનું ‘વડીલ’ છે. તેનો કુલ ઘેરાવો 10.8 મીટરનો છે. પડછંદ કાયા ધરાવતા ચારેક વ્યક્તિ માનવ સાંકળ રચે ત્યારે તેનું થડ માપી શકાય! શેમળાની ઊંચાઇ 35 મીટર અંદાજવામાં આવી છે. બીજા શબ્દોમાં કહી તો શેમળાનું આ વૃક્ષ ત્રણચાર માળના એપાર્ટમેન્ટ જેટલું ઊંચું છે. આ વૃક્ષની ઉંમર 200 વર્ષથી વધુ હોવાનો અંદાજ છે.

ભાયલી પાસે આવેલા ગણપતપુરા ગામમાં 900 વર્ષ જૂનું 16.50 મીટર ઘેરાવો ધરાવતું બાઓબાબનું વૃક્ષ આજે પણ અડીખમ ઊભું છે. તેનું થડ એટલું પોલું હોય છે કે તેમાં 10થી 15 હજાર લીટર પાણી સમાઈ શકે ! બાઓબાબનું વૃક્ષ ગુજરાતમાં ‘રૂખડો’, ‘ગાંડું ઝાડ’, ‘ભૂતિયું ઝાડ’ નામથી ઓળખાય છે. ભરૂચમાં નર્મદા નદીની વચ્ચે ટાપુ પર કબીરવડ નામનો વિશાળ વડલો છે. આ સ્થળે સંત કબીરનું મંદિર છે. સંત કબીર દ્વારા નંખાયેલી દાતણની ચીરીમાંથી આ વડ ઉગ્યો હોવાની વાયકા છે. આ વડ 300 વર્ષ જુનો છે અને તેનો ફેલાવો 3 કિલોમીટર સુધી છે. એક હજારથી વધારે માણસો આ વૃક્ષ નીચે બેસી શકે છે ! હવે વાત કરીએં, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નારોલી ગામે આવેલા તુલસીની. સવાલ એ થાય કે આ તુલસીમાં એવું તે શું છે કે તેને હેરિટેજ યાને રક્ષિત જાહેર કરવું પડ્યું. લોકવાયકા એવી છે કે, આ તુલસી મહાભારતકાળનાં છે અને માતા કુંતિએ તે વાવ્યાં હતાં. આ તો લોકવાયકાની વાત થઈ પણ સાયન્ટિફિક રિઝન એવું છે કે, તુલસીના રોપ હોય-છોડ હોય. પણ નારોલી ગામે તુલસીનું વૃક્ષ છે. સામાન્ય રીતે તુલસી વૃક્ષના રૂપમાં ન હોય, પણ અહીંયા છે. જમીનથી આ વૃક્ષ 11 ફૂટ ઊંચું છે.

See also  Deendayal Port Trust (DPT) Recruitment for Pilots (Marine) Posts 2022

ગુજરાતમાં ક્યા 52 હેરિટેજ વૃક્ષો છે તેની વિગતો અંતીમ ભાગમાં અપાઈ છે પણ એ પહેલાં કેટલાંક રક્ષિત વૃક્ષોની વિશેષતાની સંક્ષિપ્ત વિગતો ગ્રાફિક્સમાં જાણીએ…

WhatsApp Image 2022 04 18 at 10.40.58 AM
WhatsApp Image 2022 04 18 at 10.43.06 AM
WhatsApp Image 2022 04 18 at 10.45.21 AM
WhatsApp Image 2022 04 18 at 10.47.24 AM
WhatsApp Image 2022 04 18 at 10.49.22 AM
WhatsApp Image 2022 04 18 at 10.51.11 AM

ગુજરાતના 52 હેરિટેજ વૃક્ષોની યાદી

જિલ્લોહેરિટેજ વૃક્ષસ્થળ
ભરૂચકબીર વડમાંગલેશ્વર
ગાંધીનગરકંથારપુર વડકંથાર, તા. દહેગામ
તાપીઘાટા વડઘાટા, તા. વ્યારા
તાપીબહેડાસાંઢકુંવા, તા. સોનગઢ
તાપીમહુડોકાલાઘાટ, તા. સોનગઢ
સાબરકાંઠારાણા પ્રતાપ વડખોખા, તા. વિજયનગર
સાબરકાંઠારૂખડોચિતરીયા પાલ, તા. વિજયનગર
સાબરકાંઠાપીપળોવિરેશ્વર મંદિર, તા. વિજયનગર
વડોદરાવડવડોદરા શહેર
વડોદરાબહેડોટુંડવા, તા. છોટા ઉદેપુર
વડોદરાબહેડોકેવડી ફોરેસ્ટ, તા. છોટા ઉદેપુર
વડોદરાસાગટુંડવા, તા. છોટા ઉદેપુર
વડોદરામહુડોચીસાડીયા, તા. છોટા ઉદેપુર
વડોદરારૂટલેસ વડહાંફેશ્વર મહાદેવ મંદિર, તા. કવાંટ
નવસારીદાંડી વડદાંડી
નવસારીરેઇન ટ્રીવાંસદા
નવસારીશિવલિંગીબીલીમોરા, ગણદેવી
સુરતરૂખડોએલ.પી. સવાણી રોડ
જૂનાગઢરૂખડોહુસેનબાદ, તા. માંગરોળ
જૂનાગઢકડાયાબાબરિયા રેન્જ-ગીર જંગલ
જૂનાગઢબોરડીસાપનેસ ફોરેસ્ટ બીટ, ગીર જંગલ
જૂનાગઢજોધા આંબલીગીર જંગલ પશ્ચિમ વિભાગ
જૂનાગઢમહોગનીમઘડી બાગ, જૂનાગઢ યુનિવર્સિટી
જૂનાગઢબોરસલ્લીમઘડી બાગ, જૂનાગઢ યુનિવર્સિટી
ભાવનગરરૂખડોપાલીતાણા
નર્મદાઆંબોદુર્વા ગામ
નર્મદાઆંબોપિપલોદ રેન્જ
નર્મદાશેમળોતરાવ નદી કિનારે, તા.ડેડીયાપાડા
નર્મદાબહેડોમોસડા કેમ્પ સાઇટ, તા. ડેડીયાપાડા
વલસાડઆંબોસંજાણ, તા. ઉંમરગામ
વલસાડપીપળોવલીથા ભાદરવાડ, તા. વાપી
દાહોદશેમળોજૂના વડિયા, તા. લીમખેડા
દાહોદમહુડોચાકલીયા, કગડાખેડી, તા. જાલોદ
નડિયાદલીમડોકઠલાલ, કપડવંજ
નડિયાદઆમળાઉતરસંડા
નડિયાદઆંબલીઆલવા, તા. કપડવંજ
મહેસાણાલીમડોલુણાવા, જિ. મહેસાણા
મહેસાણારૂખડોવડનગર
મહેસાણારાયણવસઇ, તા. વીજાપુર
સુરેન્દ્રનગરલીમડોભેયડા, તા. ધ્રાગંધ્રા
ડાંગબહેડોબારડીપાડા રેન્જ, ડાંગ જંગલ
ડાંગસાદડવઘઇ બોટનિકલ ગાર્ડન
ડાંગસાગપુર્ણા, બરડીપાડા રાઉન્ડ
ડાંગકલામપુર્ણા અભયારણ્ય, બરડાપાડા
ડાંગકિલાઇવઘઈ બોટનિકલ ગાર્ડન
ડાંગઉંભબરડીપાડા
પંચમહાલઅર્જુન સાદડમોરખાખરા જંગલ, તા. ખાનપુર
પંચમહાલહાળદુસાતકુન્ડા, તા. સાંતલપુર
અમદાવાદરાયણવહેલાલ, તા. દસક્રોઇ
પાટણરાયણમાતપુર, પાટણ
ગાંધીનગરપીલુવદડ, તા. દહેગામ
બનાસકાંઠાતુલસીનારોલી, તા. થરાદ
સંદર્ભ :https://forests.gujarat.gov.in