WhatsApp યુઝર્સ માટે લોન્ચ થશે નવું ફીચર, હવે 30થી વધુ યુઝર્સ ગ્રુપ વોઇસ કોલ પર કરી શકશે વાત

આજના ટેક્નોલોજીના સમયમાં અલગ-અલગ અપડેટ આવતા રહે છે. તો લોકો પણ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. WhatsApp યુઝર્સે માટે હાલમાં જ એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. વોટસએપ એપ દ્વારા ભારતીય યુઝર્સએ માટે નવું અપડૅટ લોન્ચ કર્યું છે. જો તમે ગ્રુપ કોલિંગ માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છો તો આ ફીચર તમારા માટે સારું સાબિત થશે.

નવા અપડેટમાં WhatsApp યુઝર્સે હવે 32 લોકો સાથે ગ્રુપ વોઇસ કોલમાં વાત કરી શકશે. આ સિવાય યુઝર્સની સુવિધા માટે કંપનીએ એપમાં પણ અમુક ફીચરને અપડેટ કર્યા છે. જેમાં વોઇસ મેસેજ માટે અપડેટ ડિઝાઇન, કોન્ટેક્ટ અને ગ્રુપ ઇન્ફો જેવા ફીચર સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, WhatsApp દ્વારા 2020માં પણ ગ્રુપમાં કોલમાં ફેરફારો કર્યા હતા.

WhatsApp વોઇસ કોલના ફાયદા વિષે વાત કરવામાં આવે તો સૌથી જરૂરી છે એચડી ઓડિયો ક્વોલિટી. પરંતુ સૌથી અગત્યનું હોય તો તે છે ઈન્ટનેટ કનેક્ટિવિટી, વોઇસ કોલ શરૂ કરવા માટે યુઝર્સે પહેલા કોન્ટેક્ટમાં જવાનું રહેશે ત્યારબાદ કોલ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે, તો બીજી તરફ ગ્રુપ વોઇસ કોલ શરૂ કરવા માટે સૌથી નીચે કોલ ટેબ ઓપન કરો અને ટોપ પર પલ્સ આઇકન પસંદ કરો. આ બાદ ગ્રુપ કોલ શરૂ થઇ જશે.

વોટ્સએપ ગ્રુપ વોઈસ કોલમાં આવ્યું નવું અપડેટ

હવે WhatsApp પર વૉઇસ કૉલ દરમિયાન યુઝર્સે 32 જેટલા અન્ય યુઝર્સને એડ કરી શકશે, જેમ કે એપ સ્ટોર ચેન્જલોગ તેમજ WhatsApp સાઇટ પર Android અને iPhone માટે FAQ પેજમાં જોવા મળે છે. એપ્રિલ 2020 માં વોટસએપ ગ્રુપ વોઈસ કોલ યુઝર્સની મર્યાદા બમણી કરી ચારથી આઠ કરી હતી. લેટેસ્ટ સુવિધા માટે યુઝર્સ તેના ડિવાઇસ પર લેટેસ્ટ વર્ઝન iPhone પર v22.8.80 અને Android પર v2.22.9.73 પર અપડેટ કરવું પડશે.

એપ સ્ટોર પર iPhone ચેન્જલોગ માટે WhatsApp v22.8.80 મુજબ ગ્રુપ વૉઇસ કૉલ ઇન્ટરફેસ અપડેટ સોશિયલ ઑડિયો લેઆઉટ, સ્પીકર હાઇલાઇટ્સ અને વેવફોર્મ્સ જેવા ફેરફારો પણ લાવશે. આ ઉપરાંત તમને ગેલેરીમાં તમારા મનપસંદ મીડિયા સરળતાથી ઍક્સેસ મળશે. વોટસએપે ગયા અઠવાડિયે ગ્રુપ વોટ્સએપ કોમ્યુનિટી ફીચરને રોલ આઉટ કર્યું ત્યારે આગામી ગ્રુપ વોઈસ કોલ કમ્યુનિટી ફીચરને રોલઆઉટ કર્યું છે. આ વચ્ચે વોટસએપની મૂળ કંપની મેટાએ હાલમાં જ જાહેરાત કરી હતી કે, 2 જીબી સાઈઝ સુધીની ફાઈલોને શેર કરવા માટે નવું ફીચર તૈયાર કરી રહ્યા છે. હાલમાં યુઝર્સ અત્યાર સુધી ફક્ત 1 જીબીની જ ફાઈલ શેર કરી શકતો ન હતો. વોટસએપ ચેટ ગ્રુપ એડમીન કોઈ પણ સમયે મેસેજ ડીલીટ કરવાની પરમિશન આપશે.