ગુજરાતમાં 3 વર્ષમાં MD ડ્રગ્સના બંધાણી 1200% વધ્યા, નશાખોરોમાં 36% બેરોજગાર અને 30% મહિલાઓ પણ

  • કોરોનાકાળ દરમિયાન દેશમાં 3 હજાર કિલો જેટલું હેરોઇન જપ્ત, 1 વર્ષમાં 37000%નો વધારો: DRI
  • વ્યસનમુક્તિ કેન્દ્રોમાં ટેલિફોનિક સલાહ લેનારાઓ વધ્યા, પોલીસને ડરે માત્ર 10% આગળ આવે છે

કોરોનાકાળમાં ખાસ કરીને ડ્રગ્સનો વેપાર ખૂબ જ તેજીથી વધ્યો છે. એટીએસએ 2021-22માં જ અંદાજે 1 હજાર કરોડના ડ્રગ્સના જથ્થાને જપ્ત કર્યો છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડીઆરઆઇ અમદાવાદ દ્વારા નોંધાયેલો આ ત્રીજો મોટો હેરોઇન જપ્તીનો કેસ છે, જેના કારણે રૂ. 70 કરોડ કરતાં વધુની કિંમતના 10 કિલોથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 1600 કિમીનો લાંબો દરિયાકિનારો અને યુવાઓની વધુ સંખ્યાને કારણે ગુજરાત ડ્રગ્સ માફિયા માટે પસંદગીનું કેન્દ્ર બન્યું છે.

રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને સાબરકાંઠામાં સ્થિત વ્યસનમુક્તિ કેન્દ્રો અનુસાર દર વર્ષે રાજ્યમાં ઓપીડી વગર એટલે કે ભરતી થયા વગર 5000 લોકો નિદાન માટે આવે છે. જ્યારે વર્ષે 700થી વધુ બંધાણીઓ ડ્રગ્સની આદત છોડવા માટે 20 દિવસ સુધી વ્યસનમુક્તિ કેન્દ્રોમાં દાખલ થયા છે. નશો કરનારી મહિલાઓની સંખ્યા પણ તેજીથી વધી રહી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં મહિલાઓમાં નશાખોરીનું પ્રમાણ 30 ટકા વધ્યું છે.

દેશમાં ડ્રગ્સના વધતા દૂષણ અને કારોબાર વિશે DRI અને NCBના અધિકારીઓ અનુસાર વર્ષ 2018માં માત્ર 8 કિલોગ્રામ હેરોઇનની જપ્તિ કરવામાં આવી હતી પરંતુ 2021માં ચોંકાવનારી રીતે આ આંકડો 3000 કિલોગ્રામ સુધી પહોંચ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં હેરોઇનની જપ્તિમાં 37000%નો ઉછાળો આવ્યો છે. ભારતમાં હવે ડ્રગ્સનો વેપાર ટ્રાન્સિટ પોઇન્ટ બની ચૂક્યો છે. ભારતને માધ્યમ બનાવીને સમગ્ર વિશ્વમાં મોટા પાયે ડ્રગ્સનું ખરીદ-વેચાણ થઇ રહ્યું છે.

2011ની વસ્તીગણતરી અનુસાર, ગુજરાતમાં મધ્ય ઉંમર 25 છે. એટલે કે રાજ્યમાં 25 વર્ષની ઉંમર ધરાવતા યુવાઓની સંખ્યા સૌથી વધુ છે અને આ જ ઉંમરના લોકો સૌથી વધુ ડ્રગ્સ અને વ્યસનના બંધાણી બનતા હોય છે. વ્યસનમુક્તિ કેન્દ્રો તેમજ સરકારી એજન્સીઓના આંકડા પરથી મોટા ભાગે વ્યસન કરનારા લોકો 18-25 વર્ષની ઉંમરમાં જ નશાખોરી શરૂ કરતા હોય છે.

See also  Bombay High Court Recruitment 2023, Apply for Clerk Post

પહેલા ડ્રગ્સના બંધાણી પછી લતને કારણે પેડલર બને

વડોદરામાં કૃપા ફાઉન્ડેશનના અનંત ક્રિશ્ચિયન અનુસાર કોવિડના સમયમાં અંદાજે 500થી વધુ લોકો સાથે અમે ટેલિફોનિક પરામર્શ કર્યો છે. આ લોકોને ડ્રગ્સ ના મળવાથી વિથડ્રોવલ સિન્ડ્રોમથી પીડાઇ રહ્યા છે. લતને પૂરી કરવા માટે યુવાઓ ડ્રગ પેડલર બનવા સુધીનો માર્ગ પણ અપનાવતા હોય છે.

18-25 વયના લોકોમાં વ્યસન વધારે

શહેરઓપીડી(વાર્ષિક)સ્થાયી ઉપચાર(વાર્ષિક)એમડી (%)કોકેન
સુરત475-50012-15012-20%1-2%
રાજકોટ366-380132-1600-1%
વડોદરા450-47550-7523-300-1%
સાબરકાંઠા400-425115-1350-5%
અમદાવાદ680-750225-25015-20%2-2.5%

શરાબને બદલે એમડી ડ્રગ્સનું ચલણ વધ્યું, પ્રત્યેક વર્ષે બે ગણો વધારો

ગત 20 વર્ષથી અમદાવાદમાં વ્યસનમુક્તિ કેન્દ્રનું સંચાલન કરતા પ્રસૂન નાયક અનુસાર, રાજ્યમાં દારૂબંધી છતાં શરાબ પીતા લોકોની સંખ્યા વધુ છે. પરંતુ છેલ્લાં 5 વર્ષમાં શરાબનું સેવન કરવાનું ચલણ બદલાયું છે અને હવે એમડી, કોકેન, હેરોઇન જેવી ડ્રગ્સનું સેવન કરતા નશાખોરોની સંખ્યા સતત વધી રહી છે. તેમાં બેગણી વૃદ્વિ થઇ રહી છે. ખાસ કરીને 18-25 વર્ષની વયના યુવાનો તેનો પહેલો શિકાર બને છે. યુવાઓમાં શોખથી શરૂ થતું આ વ્યસન બાદમાં લતમાં પરિવર્તિત થાય છે. ડ્રગ્સના માત્ર એક વ્યસનને કારણે અનેક પરિવારો વેરવિખેર થયા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

30% મહિલા નશાખોરોની સંખ્યા

છેલ્લાં 3 વર્ષમાં મહિલા નશાખોરોની ટકાવારી 30% છે. આ આંકડો માત્ર વ્યસનમુક્તિ કેન્દ્ર પર આવતી મહિલાઓનો છે.

પોલીસના ડરથી પણ અનેક નશાખોરો વ્યસનમુક્તિ કેન્દ્રની મુલાકાત ટાળે છે

સાબરકાંઠાના વ્યસનમુક્તિ કેન્દ્રના નિમેશ ગોસ્વામી અનુસાર, અમે પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાતમાં નશાના બંધાણીઓની સારવાર કરીએ છીએ. આ દરેક વિસ્તારો રાજસ્થાન બોર્ડરની નજીકો હોવાથી ખાસ કરીને અફીણ, ગાંજો અને ડોડોનું સેવન કરનારા લોકોની સંખ્યા વધુ છે. પોલીસના ખોફથી કુલ નશાખોરોમાંથી માત્ર 10 ટકા લોકો નશામુક્તિ કેન્દ્રની મુલાકાત લેતા હોય છે. પોલીસ તેઓ પાસેથી ડ્રગ્સ પેડલર સહિતની જાણકારીઓ માંગશે તેવો ડર બંધાણીઓને સતત ડરાવતો હોય છે.

See also  Gujarat Forest Guard Recruitment 2022

નશાખોરોમાં પરિણીતોની ટકાવારી 89%, તમિલનાડુ બાદ ગુજરાત બીજા ક્રમે

નશાખોરીના પ્રમાણને લઇને યુનાઇટેડ નેશન ઑફિસ ઑફ ડ્રગ કંટ્રોલ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ગુજરાતમાં નશો કરતા લોકોમાં 89% પરિણીત છે જ્યારે તમિલનાડુમાં આ ટકાવારી 90% છે. જ્યારે 36% બેરોજગારો ડ્રગ્સના આદતી છે. શરાબ, ગાંજો અને હેરોઇનના સેવનમાં ગુજરાત પાંચમા ક્રમે છે.

ગત 3 વર્ષમાં એમડીના કેસોમાં 12%નો વધારો

સુરત શહેરના વ્યસનમુક્તિ કેન્દ્રના વિનય સોલંકીએ જણાવ્યું હતું. પહેલાં નશામુક્તિ કેન્દ્રમાં ગાંજો, શરાબ, બાદ હવે ત્રણ વર્ષમાં એમડી, હેરોઇન તેમજ ચરસ લેતા બંધાણીની સંખ્યામાં વધારો થયો છે. હવે દર મહિને 20થી વધુ ઓપીડીની સંખ્યા છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાતચીત
‘ડ્રગ્સ પેડલર્સ સૌથી ખતરનાક, આવનારા સમયમાં એમની સામે કાર્યવાહી તેજ થશે’

રાજ્યભરમાં ડ્રગ્સના બંધાણીઓની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે, તેને નાબૂદ કરવા માટે સરકાર શું કાર્યવાહી કરી રહી છે ?

  • સરકાર ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા માટે ઝડપી ગતિએ કાર્યવાહી કરી રહી છે. પોલીસ, એટીએસ તેમજ અન્ય એજન્સીઓ ડ્રગનો કારોબાર કરતાં સ્થળો પર સતત દરોડા પાડી રહી છે. આગામી સમયમાં આ કાર્યવાહીને વધુ ઝડપી બનાવાશે. હું પોલીસ સાથે સતત સંપર્કમાં છું. ઝેરનું વેચાણ કરતાં લોકો કરતાં પણ આ પેડલર્સ વધુ ખતરનાક છે.

માત્ર ડ્રગ્સ વિરુદ્વ કાર્યવાહી થશે કે સાથે અન્ય વ્યસનોની નાબૂદી પર પણ પગલાં લેવાશે?

  • ગુજરાતનું યુવાધન જેના ઉપયોગથી ગેરમાર્ગે દોરાઇ રહ્યું છે તેવી દરેક વસ્તુઓનો અમે સખ્ત રીતે વિરોધ કરીએ છીએ. પરંતુ, હાલમાં ડ્રગ્સ નેટવર્કની નાબૂદી પ્રાથમિકતા છે. વ્યસન પરિવારને વેરવિખેર કરે છે. ડ્રગ્સને કારણે બરબાદ થયેલા હજારો પરિવારોનો હું સાક્ષી રહ્યો છું.

ડ્રગ્સનું સેવન કરતા લોકોની સંખ્યા 12 ગણી વધી છે

  • યુવાઓને ડ્રગ્સથી દૂર રાખવા હું તમામ શક્ય પ્રયાસો કરી રહ્યો છું. આગામી સમયમાં ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી જ ખતમ કરવા માટે સરકાર પ્રતિબદ્વ છે.
See also  જમીનથી 33 ફૂટ ઊંચે દોડનારી બુલેટ ટ્રેનમાં બેઠા પહેલાં કરો 350 કિ.મી.ની હાઇસ્પીડનો અહેસાસ, બે મિનિટમાં વલસાડથી સાબરમતી સુધીની સફર

અનેક લોકો નશાથી મુક્તિ ઇચ્છે છે પરંતુ પોલીસના ખોફથી વ્યસનમુક્તિ કેન્દ્રની મુલાકાત ટાળે છે

  • જે લોકોએ ડ્રગ્સના વ્યસનને છોડવાની તૈયારી દર્શાવી છે તે લોકોએ એક સાહસિક પગલું લીધું છે. હું આ તમામ લોકોને દરેક શક્ય મદદ કરવા માટે તૈયાર છું. તમે લોકો મને મંત્રીથી ઉપર તમારો મિત્ર સમજો. જો કોઇ પણ મુશ્કેલી હોય તો સીધો જ મારો સંપર્ક કરી શકો છો.

18-25 વર્ષની વયના યુવાનો જ ડ્રગ્સ માફિયાના ટાર્ગેટ છે, આ વિષય પર તમારો અભિપ્રાય આપશો.

  • અમે આગામી દિવસોમાં વધુ ને વધુ યુવાધનનો સંપર્ક કરવા માટે પ્રયાસ કરીશું. પ્રથમ ચરણમાં હું વ્યક્તિગત રીતે 50 સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓને મળીશ. આજના યુવાઓમાં ડ્રગ્સ લેવા પાછળનાં કારણ અંગે પણ વાતચીત કરીશ. હાલના દોરમાં સોશિયલ મીડિયા એક મોટું શસ્ત્ર હોવાથી લોકો મને સંપર્ક કરી શકે એ માટે સતત ત્યાં સક્રિય રહેવાનો પ્રયાસ કરું છું. મારી ઉપસ્થિતિ શક્ય ના હોય ત્યાં લાઇવ અથવા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહું છું.

સોશિયલ મીડિયા પણ એક મોટું માર્કેટ છે, જ્યાં ડ્રગ્સનો સપ્લાય થઇ રહ્યો છે, તે માટે શું તૈયારી છે?

  • અમે પહેલા યુવાઓની જાગૃતિ માટે પ્રયાસરત છીએ જેથી તેઓ ગેરમાર્ગે ના દોરાય. તે ઉપરાંત સાઇબર ક્રાઇમ વિભાગ પણ ડ્રગ્સ માફિયાઓના દરેક ઑનલાઇન નેટવર્કને નાબૂદ કરવા માટે આકરી કાર્યવાહી કરી રહ્યા છે. જો તમારી આસપાસ પણ કોઇ ડ્રગ્સનો કારોબાર કરે છે તો તમે સીધો જ મારો સંપર્ક સાધી શકો છો. જો કોઇ ડ્રગ્સનું બંધાણી છે તો તેને વ્યસનમુક્તિ કેન્દ્રની મુલાકાત લેવાની સલાહ આપું છું.