મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરીની આગામી ગુજરાતી સાઇ-ફાઇ ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ દર્શકો માટે મનોરંજનથી ભરપૂર હશે

Infinine Motions PLTD. નીરજ જોશી દ્વારા દિગ્દર્શિત લાંબા સમયથી રાહ જોવાતી તેમની ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ લઈને આવી રહ્યા છે. નીરજ જોશી જેમણે વિશ્વભરના ગુજરાતીઓને 3 સફળ ગુજરાતી હિટ ફિલ્મો આપી છે અને હવે આ ફિલ્મ ગુજરાતી સાયન્સ ફિક્શન, કૌટુંબિક મનોરંજન ફિલ્મ છે. આ ફિલ્મમાં ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને જાણીતી અભિનેત્રી પૂજા ઝવેરી અને 100થી વધારે શાળાનાં બાળકો એ કામ કર્યું છે.

આ એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના એક વ્યક્તિ વિશેની વાર્તા છે, જે રાજ્યની વર્તમાનમાં છેલ્લી બાકી રહી ગયેલી ગુજરાતી માધ્યમની શાળાઓમાંની એકમાં જોડાવાનો પડકાર સ્વીકારે છે. ત્યાંના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવીને તેઓ વિશ્વને સાબિત કરવા માગે છે કે માતૃભાષા સાથે હંમેશાં ટકી રહેવા માટે પડકારો આવતા હોય છે, પરંતુ જો તમે તમારાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવીન શિક્ષણ કૌશલ્યોનો ઉપયોગ કરો છો અને જો તમે તમારાં મૂળ સાથે જોડાયેલાં હો તો તમે મોટાં ધ્યેયો હાંસલ કરી શકો છો અને તે કેવી રીતે પર્યાવરણ અને વિશ્વના તારણહાર બની શકે છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર પ્રથમ વખત વિજ્ઞાન શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે જે દર્શકો માટે ચોક્કસથી રસપ્રદ રહેશે. આ ફિલ્મમાં ગુજરાતી ભાષા વિશે ખૂબ જ ખાસ સંદેશ છે અને દિગ્દર્શક નીરજ જોશીએ સાયન્સ ફિક્શન જોનર દ્વારા ખૂબ જ સારી રીતે તેમના વિઝનને સ્ક્રીન પર રજૂ કર્યું છે.

ફિલ્મનું સંગીત પહેલેથી જ સુપર હિટ છે (1 મિલિયન+ ટ્રેક્શન). ફિલ્મના મેકર્સે તાજેતરમાં જ જસલીન રોયલ અને આદિત્ય ગઢવી દ્વારા ગવાયેલું ગીત ‘કોઈ મને પ્રેમ શીખવાડો’ રિલીઝ કર્યું છે, જે શ્રોતાઓનાં દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવી રહ્યું છે. સિદ્ધાર્થ અમિત દ્વારા ગવાયેલું બીજું ટ્રેક ‘કુતૂહલ’ બાળકો માટે ખાસ વિઝ્યુઅલ ટ્રીટ છે. આ ફિલ્મમાં સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. ફિલ્મનું નિર્માણ પ્રણવ શાહે કર્યું છે.

See also  ACB Gujarat Anti Corruption Bureau Bharti 2022 For Legal Advisor

ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ 7મી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.