ભારતની પહેલી ઇલેક્ટ્રિક ટ્રક અમેરિકન ગુજરાતીની કંપની દિવાળી સુધીમાં લોન્ચ કરશે, 100% મેઇડ ઇન ઇન્ડિયા

  • અમેરિકન ગુજરાતી કંપની ટ્રાઇટન રૂ. 12,000 કરોડનું રોકાણ કરશે
  • ટ્રાઇટન અને ગુજરાત સરકાર વચ્ચે આ પ્રોજેક્ટને લઈને કરાર થયા

ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું ચલણ દિવસે દિવસે વધી રહ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ હવે ઇલેક્ટ્રિક બસનો વ્યાપ વધ્યો છે. આ બધા વચ્ચે હવે ભારતમાં ઇલેક્ટ્રિક ટ્રકનું ઉત્પાદન પણ થવા જઈ રહ્યું છે. અમેરિકામાં વસતા મૂળ ગુજરાતના હિમાંશુ પટેલની કંપની ‘ટ્રાઇટન’ દેશની પહેલી ઇ-ટ્રક ગુજરાતમાં બનાવશે. આ માટે કંપનીએ આજે ગુજરાત સરકાર સાથે કરાર પણ કરવામાં આવ્યા છે. ગુજઅપડેટ્સ સાથે હિમાંશુ પટેલે ખાસ વાતચીત કરી હતી અને આ પ્રોજેકટ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.

આ ટ્રક 100% મેઇડ ઇન ઇન્ડિયા હશે

હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે આ ટ્રક માટે વપરાતા તમામ કમ્પોનન્ટ્સ સંપૂર્ણ રીતે ભારતમાં અને ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવશે. અમારી સંભવિત મેન્યુફેક્ચરિંગ સાઈટ પાસે જ આ કંપનીઓના પ્લાન્ટ પણ હશે. આ રીતે અમે અમારી ટ્રક માટે કમ્પ્લિટ ઇકોસિસ્ટમ ઊભી કરીશું. ગુજરાત સરકારની જેમ જ અમે આજે બેટરી, સર્કિટ, સેમી કંડકટર, પાર્ટ્સ સહિતના કમ્પોનન્ટ બનાવતી 9 જેટલી કંપનીઓ સાથે પણ જોડાણ કર્યું છે. આ બધાના પ્લાન્ટ પણ અમારા પાર્ક સાથે જ હશે.

Heemansu

પ્રોજેકટમાં રૂ. 12,000 કરોડથી વધુનું રોકાણ આવશે

ગુજઅપડેટ્સ સાથે વાત કરતાં હિમાંશુ પટેલે કહ્યું હતું કે અમારા આ ઇ-ટ્રક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અમે અંદાજે રૂ. 2500-3000 કરોડનું રોકાણ કરીશું. આ ઉપરાંત અમારી સાથે જોડાનારી અન્ય કંપનીઓ રૂ. 8000-9000 કરોડનું રોકાણ કરશે. આ રીતે આ પ્રોજેકટમાં રૂ.12,000 કરોડનું રોકાણ આવશે. આ પ્રોજેક્ટના કારણે અમારા પ્લાન્ટમાં 2,000થી વધુ અને અમારી સાથે જોડાણ કરનારી અન્ય કંપનીઓમાં અંદાજે 3,000 લોકોને રોજગારી મળશે.

દિવાળી સુધીમાં ભારતનો પહેલી ઇલેક્ટ્રિક ટ્રક લોન્ચ થઈ જશે

તેમણે જણાવ્યું હતું કે આ ટ્રકનો પ્રોટોટાઈપ અમેરિકામાં તૈયાર છે. અમે ત્યાં એનું ટ્રાયલરન પણ કરેલું છે, જે સફળ રહ્યું હતું. ભારતમાં પણ તેને લગતી મંજૂરીઓ મેળવીને આ વર્ષે દિવાળી સુધીમાં ટ્રક લોન્ચ કરી દેવાની અમારી યોજના છે. પ્રારંભિક તબક્કે અમને દેશમાં જ રૂ. 25,000-30,000 કરોડનો બિઝનેસ મળવાની અપેક્ષા છે. અમારું ફોકસ શરૂનાં વર્ષોમાં ભારતીય માર્કેટ જ રહેશે. ત્યાર બાદ અમે નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

See also  SEB NMMS Scholarship 2022-23 | Online Application

હાઇવે પર 2 લાખ EV ચાર્જિંગ પોઇન્ટ ઊભા કરાશે

ટ્રક મોટા ભાગે હાઇવે પર વધુ રહેતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી કંપની દેશભરમાં આશરે 2 લાખ જેટલા ચાર્જ પોઇન્ટનું નેટવર્ક પણ બનાવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે નેટવર્ક ઊભું કરવા અમે અમારી પોતાની કેપેસિટીની સાથે સાથે અન્ય 15 જેટલા સર્વિસ પ્રોવાઇડર્સ સાથે પણ જોડાણ કર્યું છે. આમ કરવાથી નેટવર્ક ઝડપી રીતે બનશે. ટ્રકમાં જ એવી સગવડ હશે કે બેટરી ઓછી થાય તો ડ્રાઈવરને નજીકના ચાર્જિંગ સ્ટેશનની માહિતી મળી રહેશે.

Heemansu 2

આગામી બે વર્ષમાં EV કારનું ઉત્પાદન શરૂ કરશે

પોતાના ભવિષ્યના પ્રોજેક્ટ્સ અંગે વાત કરતાં તેમણએ જણાવ્યું હતું કે પ્રોડક્શનની સાથે આવનરા એક વર્ષમાં અમારો ઇલેક્ટ્રિક ટ્રક બિઝનેસ સેટ થઈ જશે. ત્યાર બાદ અમારો ટાર્ગેટ ભારતમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાનો છે. આગામી બે વર્ષમાં ગુજરાત પ્લાન્ટમાંથી જ E-કારનું પ્રોડક્શન શરૂ કરી દેવાશે. ગુજરાતમાં 600 એકરથી વધુ જગ્યા પર 30 લાખ સ્ક્વેરફૂટનો અદ્યતન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવાની અમારી યોજના છે.