15 માર્ચ પછી ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચવા શક્યતા

  • રવિવાર સુધીમાં ગરમી 2થી 3 ડિગ્રી વધશે
  • પવનની​​​​​​​ દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો શરૂ

રવિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધી 36-37 ડિગ્રીએ પહોંચી શકે છે. જો કે 15 માર્ચ સુધીમાં ગરમી 40 ડિગ્રીને વટાવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન વધી રહ્યું છે.

અમદાવાદમાં વહેલી સવારથી દિવસ દરમિયાન ચાલુ રહેલા પવનોની અસરથી બુધવાર કરતાં ગુરુવારે અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાન 1 ડિગ્રીનો ઘટાડો થયો છે, અમદાવાદનું મહત્તમ તાપમાન 35.0 અને લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું. જો કે, આગામી 24 કલાક ગરમીથી રાહત રહ્યાં બાદ 5 માર્ચથી ગરમીનો પારો ક્રમશ વધીને 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.

ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનોને કારણે બુધવારે રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. પરંતુ, ગુરુવારે પવનની દિશા બદલાતા મહુવા અને વેરાવળને બાદ કરતાં તમામ શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત રહેશે.