ચીવટપૂર્વકના આયોજનથી માંડીને 70 મિનિટમાં 21 વિસ્ફોટોનું એક્ઝિક્યુશન! જાણો કયા ત્રાસવાદીનો શું હતો રોલ

  • નીચેના ત્રાસવાદીને એ પણ ખબર નહોતી કે ઉપરથી ઓપરેટ કોણ કરે છે અને કોનો છે દોરીસંચાર

અમદાવાદમાં 26 જુલાઈ, 2008ના રોજ સાંજે 70 મિનિટમાં 21 બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટના 38 દોષિતોને ફાંસીનો ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો છે. જ્યારે અન્ય 11 ગુનેગારોને જીવનના છેલ્લા શ્વાસ સુધી કારાવાસની સજા ફરમાવાઈ છે. આ આખા સિરિયલ બ્લાસ્ટની મોડસ ઓપરેન્ડી અને તેના કાવતરાનો પોલીસે કુનેહપૂર્વક ભેદ ઉકેલ્યો હતો. ત્યારે આ આખા કાવતરામાં કયા આરોપીનો શું રોલ હતો અને કોણે કેવી રીતે શું કામગીરી કરી હતી તેનો કોર્ટે પોતાના ચુકાદામાં વિગતસર ઉલ્લેખ કર્યો છે. આ અંગેનો અભ્યાસ કરતાં એવું સ્પષ્ટપણે જણાઈ આવે કે ખૂબ ચીવટપૂર્વક આખા કાવતરાનું આયોજન કરાયું હતું અને કોર્પોરેટ મેનેજમેન્ટની સ્ટાઈલમાં દરેકને તેની ખાસિયત મુજબની કામગીરી સોંપાઈ હતી. નીચેના માણસને એ પણ ખબર નહોતી પડતી કે ઉપરથી ઓપરેટ કરે છે કોણ. તેને ફક્ત તેની કામગીરી પૂરતી જ ચીવટ રાખવાની હતી અને કામ પતે એટલે અલોપ થઈ જવાનું હતું.

ચાલો આપણે જાણીએ કે કયા ત્રાસવાદીએ શું કામ કર્યું હતું