કોરોના વેક્સિન લીધા બાદ તમને પણ ‘વેક્સિન થાક’નો અનુભવ થયો ? આવો જાણીએ શું છે કારણ

કોરોના બાદ 60થી વધુ વયના વૃદ્ધોમાં એક નવી પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. આ સમસ્યા થાક લાગી જવાની છે. સામાન્ય રીતે જોવા જઈએ તો થાકની સમસ્યા કોરોનાનાં સામાન્ય લક્ષણ પૈકી એક છે. કોરોનામાંથી સાજા થયા બાદ વધુ પડતા લોકો લાંબા સમય સુધી થાક અનુભવી રહ્યા છે.

વાયરસ એક્સપર્ટ અનુસાર, વૃદ્ધોને ‘વેક્સિન થાક’ નો અનુભવ થઇ રહ્યો છે. કોરોનાના બુસ્ટર ડોઝ પ્રતિ ઓછી જાગૃતતાના કારણે પણ ‘વેક્સિન થાક’ ની સમસ્યા થઇ શકે છે.

આવો જાણીએ

વૃદ્ધોમાં થાકની સમસ્યા સામાન્ય વાત નથી

ઉંમરની સાથે-સાથે આપણા શરીરમાં એક પ્રકારના બદલાવ આવે છે. મેટાબોલિઝ્મ ઓછું થવા લાગતા મસલ્સ પહેલા જેવા રહેતા નથી. આ સાથે જ ઉંમર વધતા જ હોર્મોનમાં ઉત્તર-ચડાવ આવે છે. આ સમસ્યાને કારણે વૃદ્ધો પહેલાની જેમ એનજેર્ટિક અને ખુશ રહી શકતા નથી. કોરોના બાદ આ સમસ્યા વધી ગઈ છે. પરંતુ વેક્સિન થાકની સમસ્યા વૃદ્ધો સિવાય સામાન્ય લોકો અને ડોક્ટરમાં પણ જોવા મળી રહી છે.

વેક્સિન લીધા બાદ થાક કેમ લાગે છે ?

જર્નલ ફ્રન્ટિયર્સ ઇન ઇમ્યુનોલોજીમાં માર્ચમાં પ્રકાશિત થયેલા એક રીવ્યુ આર્ટિકલ અનુસાર, રસીમાં મૃત વાયરસ છે. જ્યારે તે આપણા શરીરમાં પ્રવેશે છેત્યારે આપણું શરીર તેની સામે પ્રતિક્રિયા આપે છે. જેમાં રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે. રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં ઘણી શક્તિ ખર્ચાઈ છે અને આપણે થાક અનુભવવા માંડીએ છીએ. જો કે,નિષ્ણાંતો એમ પણ કહે છે કે જો કોઈ રસી તમારા શરીરમાં પ્રવેશે તો થાક સામાન્ય છે. કારણ કે આ રીતે રસી કામ કરે છે.

રિસર્ચનું એક પાસું આ પણ

જર્નલ ફ્રન્ટિયર્સ ઇન ઇમ્યુનોલોજી અનુસાર, ‘વેક્સિન થાક ‘ પર યોગ્ય રીતે સંશોધન કરવામાં આવ્યું નથી. તેમાં એક પણ પ્રકારના એવા પરિબળો નથી. જેના કારણે વેક્સિન લીધા બાદ થાક અનુભવાઈ છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. આ માટે આપણે યોગ્ય કારણ શોધવું જોઈએ.

વૃદ્ધોએ બુસ્ટર ડોઝ અવશ્ય લેવો જોઈએ

ડોકટરના જણાવ્યા અનુસાર, વૃદ્ધો રસી લીધા બાદ થાકનો અનુભવ કરતા હોય બુસ્ટર ડોઝ લેતા અચકાઈ છે . પરંતુ આ ખતરાનો ઘંટી સમાન છે. વૃદ્ધોએ જ નહીં પરંતુ 18 વર્ષથી મોટી ઉંમરના બધા જ લોકોએ પ્રિકોશન ડોઝ લેવો જોઈએ.

બુસ્ટર ડોઝ કેમ લેવો જોઈએ ?

થોડા સમય પહેલા વૃદ્ધ વ્યક્તિઓને જ બુસ્ટર ડોઝ આપવામાં આવતો હતો. પરંતુ હવે 18 વર્ષથી વધુ લોકોને 10 એપ્રિલથી ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. બુસ્ટર ડોઝ તે જ વેક્સિનનો આપવામાં આવશે અગાઉ 2 ડોઝ જે વેક્સિનના લીધા હોય. વૃદ્ધો અને ફ્રન્ટલાઈન વર્કરના ત્રીજા ડોઝનો ખર્ચ સરકાર ઉઠાવશે. જયારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ પ્રાઇવેટ સેન્ટર પર જઈને ત્રીજો ડોઝ લેવો પડશે.

થાક સિવાય કઈ સમસ્યા થાય છે ?

વેક્સિન લીધા બાદ થાકની સાથે-સાથે માથાનો દુઃખાવો, કમરનો દુઃખાવો, તાવ અને નબળાઈ જેવી સમસ્યા થાય છે. પરંતુ આ 1-2 દિવસ બાદ ઠીક થઇ જાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે આ વસ્તુનું સેવન કરી શકો છો.