UPમાં બીજેપી-સપા વચ્ચે કાંટાની ટક્કર, ગોવામાં કોંગ્રેસ 40માંથી 20 સીટ પર આગળ; પંજાબમાં ‘આપ’ બહુમત નજીક

  • UPમાં ફરી લહેરાશે BJPનો ભગવો? પંજાબમાં આમ આદમી બની શકે છે મોટી પાર્ટી
  • ઉત્તરાખંડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં બેલેટ પેપર્સની ગણતરી થઈ રહી છે અને ત્યારપછી ઈવીએમ ખોલવામાં આવશે. એક્ઝિટ પોલ પ્રમાણે યુપી, ઉત્તરાખંડ અને મણિપુરમાં બીજેપીની સરકાર ફરી આવવાની શક્યતા છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર છે. જ્યારે ગોવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થવાની શક્યતા છે.

અપડેટ્સ

UP 2022ની ચૂંટણીનું પરિણામ LIVE:

ભાજપસપાબસપાકોંગ્રેસઅન્ય
112
80
050202

પંજાબ 20200ની ચૂંટણીનું પરિણામ LIVE:

કુલ સીટકોંગ્રેસAAPઅકાળીભાજપ+ અન્ય
1172162240201

ઉત્તરાખંડ 2022ની ચૂંટણીનું પરિણામ LIVE:

પક્ષભાજપકોંગ્રેસAAPઅન્ય
કેટલી બેઠક પર આગળ/ કેટલી જીતી27270101

ગોવામાં બીજેપી બહુમતી તરફ-

ગોવામાં બીજેપી બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, અત્યાર સુધી 16 સીટો પર આગળ છે, જ્યારે 15 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ગોવામાં બહુમતી માટે 21 સીટોની જરૂર છે.

– 08.20 વાગ્યા સુધીમાં યુપીમાં બીજેપી 33 સીટથી આગળ, સપા 19 સીટથી આગળ, બસપાને માત્ર એક સીટ મળી – પંજાબમાં કોંગ્રેસને ઝટકો, આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે.

ઉત્તરાખંડમાં રુઝાનમાં કોંગ્રેસ આગળ

ઉત્તરાખંડના શરૂઆતના રુઝાનમાં કોંગ્રે આગળ દેખાય છે. અત્યાર સુધી 9 સીટો પર કોંગ્રેસ, પાંચ સીટ પર ભાજપ આગળ છે. જો ગોવાની સીટની વાત કરીએ તો 8 સીટો પર બીજેપી અને કોંગ્રેસ 6 સીટથી આગળ છે.

શરૂઆતી રુઝાનમાં બીજેપી આગળ

દરેક રાજ્યોના શરૂઆતના રુઝાન આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના શરૂઆતના રુઝાનમાં 13 સીટો પર બીજેપી આગળ છે, જ્યારે 9 સીટો પર સમાજવાદી પાર્ટી આગળ છે. પંજાબમાં કોંગ્રેસને 3 સીટ અને આમ આદમી પાર્ટી 8 સીટ પર આગળ છે.

See also  PMની જમ્મુ મુલાકાત પહેલા સાંબામાં બ્લાસ્ટ, અહીંથી 12 કિમી દૂર મોદીની સભા યોજાવાની છે

રાજેશ્વર સિંહ મંદિર પહોંચ્યા

લખનઉથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ્વર સિંહએ મતગણતરી પહેલાં મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. રાજેશ્વર સિંહે ચૂંટણી પહેલાં જ બીજેપીમાં જોડાયા હતા.

twitter

આશા અમર છે: ભગવંત માન

પંજાબના પરિણામ આવતા પહેલાં આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને નિવેદન આપ્યું છે કે, તેમને સારા પરિણામ આવવાની શક્યતા છે અને આશા અમર છે. આમ આદમી પાર્ટીના ભગવંત માનને જ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

UPમાં 403 સીટોના પરિણામ જાહેર થશે, 2017માં ભાજપે 312 અને સપાએ 47 સીટો જીતી હતી

દેશના સૌથી મોટા રાજકીય હબ યુપીની વિધાનસભા ચૂંટણીનું આજે રિઝલ્ટ આવશે. આ પરિણામ બતાવશે કે આવનારા 5 વર્ષ અહીંની 24 કરોડ વસતિ પર કોણ શાસન કરશે. રાજ્યમાં 25 દિવસમાં થયેલા 7 તબક્કાના વોટિંગમાં % મતદાન થયું. મુખ્ય જંગ ભાજપ અને સપા વચ્ચે છે. ગઈ ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ 312 સીટો જીતીને સરકાર બનાવી હતી, જ્યારે સપાને 47 સીટો મળી હતી. બસપાને સપાથી વધુ વોટ શેર મળ્યો હતો, પરંતુ સીટો માત્ર 19 જ મળી હતી. આ વખતે ભાજપે કૈરાનાના પલાયન, ગુંડા-માફિયા અને બુલ્ડોઝરને મોટો મુદ્દો બનાવ્યો તો વિપક્ષે લખીમપુર હિંસાને લઈને સરકારને ઘેરી હતી.

યુપીમાં ગઠબંધનનું ગણિત

  • ભાજપ+અપના દલ+નિષાદ પાર્ટી 370+17+16 (403)
  • કોંગ્રેસ 400
  • સપા+રાલોદ+સુભાસપા+અન્ય 343+33+17+10 (402)
  • બસપા 403

પંજાબમાં કોણ જીતશે ચૂંટણી, કોંગ્રેસ માટે પડકાર, આપની લહેર; ભાજપ કેપ્ટનના સહારે

પંજાબમાં 117 વિધાનસભા સીટો માટે આજે મતગણતરી થશે. તેના માટે મતદાન 20 ફેબ્રુઆરીના રોજ થયું હતું. તે પછી EVMને સ્ટ્રોગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. પંજાબમાં કોંગ્રેસ સત્તા બચાવવા માટે પડકારોનો સામનો કરી રહી છે. બીજી તરફ અકાલી દળ 5 વર્ષ પછી સત્તામાં પરત ફરવા માટે આતુર છે. આમ આદમી પાર્ટી લોકોના મનમાં ફેરફારના ભાવને વોટમાં ટ્રાન્સફર કરીને સરકાર બનાવવાની કોશિશમાં છે. બીજી તરફ ભાજપ પણ પ્રથમ વખત પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહની સાથે મળીને મેદાનમાં ઉતરી છે.

See also  ઈન્ડિગોમાં મુસાફરી દરમિયાન બેગ બદલાઈ ગઈ, પેસેન્જરે વેબસાઇટ હેક કરી જાતે જ પોતાની બેગ શોધી નાખી

ગોવામાં ગઈ ટર્મમાં હાર્યા પછી પણ ભાજપે સરકાર બનાવી હતી, આ સમયે કોંગ્રેસની સાથે કેજરીવાલનો પણ પડકાર

દેશના સૌથી નાના રાજ્ય એવા ગોવામાં મત ગણતરી શરૂ છે. તેવામાં રાજ્યની 40 બેઠકો પર સિંગલ ફેઝમાં 14 ફેબ્રુઆરીથી વોટિંગ થયું હતું. જેના પર 301 ઉમેદવારો જીત માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. જેમાંથી ભાજપના 40, કોંગ્રેસના 37, AAPના 39, TMCના 26, MGPના 13 અને અપક્ષના 68 ઉમેદવારો છે. જેમાં કુલ 11.56 લાખ કુલ વોટર્સ પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટશે.
તમને જણાવી દઈએ કે છેલ્લા 2 સમયથી ગોવાની સત્તા BJP પાસે છે. જો ગત ટર્મની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ ભાજપે નાની-નાની પાર્ટીને પોતાની સાથે જોડી અહીં સરકાર બનાવી દીધી હતી. તેવામાં આ ચૂંટણીમાં કોંગ્રેસે ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) સાથે મળીને ચૂંટણી લડી છે.

ઉત્તરાખંડમાં શું ભાજપ તોડશે સત્તા પરિવર્તનની પરંપરા, કોંગ્રેસ સત્તામાં પરત ફરી શકશે? આજે થશે ફેંસલો

ગંગા-યમુનાની પાવન લહેરો વચ્ચે દેવભૂમિ ઉત્તરાખંડની 70 બેઠક પર એકબીજા સામેના 632 ઉમેદવારનાં ભાગ્યનો ફેંસલો આજે થશે. બે દાયકા પહેલાં ઉત્તરપ્રદેશથી અલગ થઈને રાજય બનનારું ઉત્તરાખંડના રાજકારણમાં હવે બે પાર્ટી ભાજપ અને કોંગ્રેસની ટક્કર રહી છે.
પ્રથમ ચૂંટણી સિવાય ઉત્તરાખંડ ક્રાંતિ દળ (UKD) ક્યારેય પડકારજનક ભૂમિકામાં રહ્યું નથી, પરંતુ આ વખતે મામલો અલગ છે. આ વખતે UKD સિવાય આમ આદમી પાર્ટી (AAP)એ પણ બંને પક્ષને જોરદાર પડકાર ફેંક્યો છે. આ સાથે જ અડધી બેઠકો પર અપક્ષ ઉમેદવારો પણ તેમની સ્થાનિક ઈમેજના આધારે જોરદાર સ્પર્ધામાં છે.

મણિપુરમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવે છે કે કેમ એના પર નજર રહેશે

મણિપુરમાં 2002થી 2017 સુધી સરકાર બનાવનાર કોંગ્રેસ છેલ્લી વખતે પણ 28 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપે જોડતોડથી પહેલીવાર સરકાર બનાવી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસ સત્તામાં પરત ફરે છે કે નહીં એનો નિર્ણય પણ ચૂંટણીનાં પરિણામો બાદ જ આવશે.

See also  Diwali Crackers & Magic Touch Fireworks

મણિપુરમાં પણ ચૂંટણીનાં પરિણામો દરમિયાન મોટા ભાગની નજર તેની સત્તા બચાવી શકશે કે નહીં એના પર રહેશે. ખાસ કરીને સરકારમાં ભાજપના સાથીપક્ષ રાષ્ટ્રીય પીપલ્સ પાર્ટી (NPP) આ વખતે ચૂંટણીમાં તેમની સામે ઊભી હતી.