વર્લ્ડવાઇડ 1000 કરોડની કમાણી કરનારી ચોથી ભારતીય ફિલ્મ બની

  • પ્રશાંત નીલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થઈ હતી

‘KGF 2’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અજય દેવગનની ‘રનવે 34’ તથા ટાઇગર શ્રોફની ‘હીરોપંતી 2’ બોક્સ ઓફિસ પર જોઈએ તેવી કમાણી કરી શક્યા નથી. યશની ‘KGF 2’ના હિંદી વર્ઝને 350 કરોડથી વધુની કમાણી કરી છે. વર્લ્ડવાઇડ એક હજાર કરોડથી વધુ કમાણી કરનાર ભારતની આ ચોથી ફિલ્મ છે.

14 એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મે વર્લ્ડવાઇડ 1000 કરોડથી વધુની કમાણી કરી છે. ‘KGF 2’ પહેલાં ‘બાહુબલી 2’, ‘દંગલ’ તથા ‘RRR’એ વર્લ્ડવાઇડ 1000 કરોડ કરતાં વધુ કમાણી કરી છે.

હિંદી વર્ઝને 350 કરોડથી વધુની કમાણી કરી

હિંદી વર્ઝને ત્રીજા વીકના પહેલા દિવસે 4.25 કરોડની કમાણી કરી હતી. કુલ 353.06 કરોડની કમાણી કરી છે. હિંદી વર્ઝનના ઓલટાઇમ ટોપ ગ્રોસરની વાત કરીએ તો KGF 2 ત્રીજા સ્થાને છે, જ્યારે પહેલા સ્થાને ‘બાહુબલી 2’ તથા બીજા નંબરે ‘દંગલ’ છે.

વિશ્વભરમાં દસ હજાર થિયેટરમાં રિલીઝ થઈ

‘KGF 2’ વર્લ્ડવાઇડ 10 હજાર સ્ક્રીન્સ રિલીઝ થઈ હતી, જેમાં ભારતની 6500 સ્ક્રીન્સ સામેલ હતી. ભારતમાં 6500માંથી 4000 સ્ક્રીન્સ માત્ર હિંદીની હતી. યશ ઉપરાંત આ ફિલ્મમાં સંજય દત્ત, રવીના ટંડન, પ્રકાશ રાજ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મ કન્નડ, હિંદી, તેલુગુ, તમિળ તથા મલયાલમમાં રિલીઝ થઈ છે. કન્નડ ઇન્ડસ્ટ્રીની પહેલી ફિલ્મે એક હજાર કરોડ કરતાં વધુની કમાણી કરી છે.

અજય-ટાઇગરની ફિલ્મની ધીમી શરૂઆત

અજય દેવગનની ફિલ્મ ‘રનવે 34’ તથા ટાઇગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી 2’ 29 એપ્રિલે રિલીઝ થઈ છે. અજયની ફિલ્મે પહેલા દિવસે 3.50 કરોડની કમાણી કરી હતી, જ્યારે ટાઇગરની ‘હીરોપંતી 2’એ 7.50 કરોડની કમાણી કરી છે.