વૉટ્સએપથી પેમેન્ટ કરવા પર મળશે કેશબેક, બસ કરવું પડશે આ નાનું કામ

આજે સોશિયલ મીડિયા લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. તો કંપનીઓ પણ ગ્રાહકોને અવનવી સુવિધા આપી રહ્યા છે. આ વચ્ચે whatsapp દ્વારા ડિજિટલ પેમેન્ટ સર્વિસમાં યુઝર્સ વધારવા માટે cashback offer લાવી રહ્યા છે. કંપની whatsapp પર યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા અલગ-અલગ કોન્ટેક્ટને પૈસા મોકલીને ત્રણ વાર સુધી 11 રૂપિયાનો કેશબેક જીતવાની ઓફર આપી રહી છે. આ સાથે તમને 33 રૂપિયા સુધીનો કેશબેક મળશે.

whatsapp ગિફ્ટ આઇકન જોવા પર મળશે ફાયદો

આ ઓફરનો લાભ લેવા માટે યુઝર્સને ફાયદો મળશે. જેમાં whatsapp બેનર અથવા ગિફ્ટ આઇકન WhatsApp માં દેખાય છે. જો તમે તમારા WhatsApp પર આ જુઓ તો તમે કોઈપણ WhatsApp પેમેન્ટ પર રજીસ્ટર્ડ 3 જુદા જુદા કોન્ટેક્ટને પૈસા મોકલીને 33 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો.

બીજી ઓનલાઇન પેમેન્ટ એપ પર પેમેન્ટ કરવા પર કેશબેક નહીં મળે

whatsapp એ કહ્યું થયુ કે, QR કોડ પેમેન્ટ, પેમેન્ટ રિકવેસ્ટ આઠ યુપીઆઈથી પેમેન્ટ કરવા અને બીજી ઓનલાઇન પેમેન્ટ એપ પર પેમેન્ટ કરવાથી આ કેશબેક નહીં મળે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ નેશનલ પેમેન્ટ ઓફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ whatsapp UPI માટે વધુ 6 કરોડ યુઝર્સને મંજૂરી આપી હતી. આ બાદ હવે 10 કરોડ સુધી યુઝર્સની લિમિટ પહોંચી ગઈ છે.

નોંધનીય છે કે, ગત વર્ષ નવેમ્બરમાં NPCI એ whatsapp ની પેમેન્ટ સર્વિસ મેઈ યુઝરની મર્યાદા 2 કરોડથી લઈને 4 કરોડ કરવાની મંજૂરી આપી હતી. whatsapp એ 2018માં 10 લાખ યુઝર્સથી ભારતમાં ડિજિટલ પેમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.