- ફેબ્રુઆરીમાં એન્ટીલિયાની પાસેથી એક વિસ્ફોટક ભરેલી SUV ગાડી મળી આવી હતી
- SUVમાં 20 જિલેટિનની સ્ટીક અને એક ચિઠ્ઠી મળી હતી
મુકેશ અંબાણીનું મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયાની સુરક્ષા સોમવારે વધારી દેવાઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પ્રકારનું પગલું ત્યારે ભરવામાં આવ્યું જ્યારે બે સંદિગ્ધોએ એન્ટીલિયાનું એડ્રેસ પૂછી રહ્યાં હતા.
સંદિગ્ધે જે ટેક્સી ડ્રાઈવરને અંબાણીના ઘરનું એડ્રેસ પૂછ્યું હતું તેને જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને આ અંગેની જાણકારી આપી હતી. ડ્રાઈવરનું કહેવું છે કે બંને ઉર્દૂમાં વાત કરી રહ્યાં હતા. ટેક્સી ડ્રાઈવરે વધુમાં કહ્યું કે બંને પાસે વ્યક્તિઓની પાસે એક બેગ પણ હતી. હાલ DCP રેન્કના અધિકારી ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યાં છે. પોલીસે CCTV ફુટેજ પણ તપાસી રહ્યાં છે. સંદિગ્ધની જાણકારી મળ્યા બાદ મુંબઈ પોલીસે એન્ટીલિયાની સુરક્ષા વધારી દીધી છે. પોલીસે ટેક્સી ડ્રાઈવરનું નિવેદન રેકોર્ડ કરી લીધું છે. આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં તેમનું નિવેદન લઈ રહી છે.
ફેબ્રુઆરીમાં જ્યારે એન્ટીલિયાની સામે વિસ્ફોટકથી ભરેલી SUV મળી આવી હતી ત્યારે પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.ઉર્દૂમાં વાત કરી રહ્યાં હતા બંને સંદિગ્ધ
ટેક્સી ડ્રાઈવરે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને જણાવ્યું કે કિલા કોર્ટની સામે એક દાઢીવાળા વ્યક્તિએ તેની પાસેથી એન્ટીલિયાનું એડ્રેસ પૂછી રહ્યાં હતા. તેઓ સિલ્વર કલરની વેગન આર કારમાં સવાર હતો. તે મોટી દાઢીવાળો હતો અને તેની સાથે બીજો શખ્સ પણ હતો. બંને ઉર્દૂમાં વાત કરી રહ્યાં હતા. તેની પાસે એક બેગ પણ હતી. પોલીસે તે વિસ્તારના CCTV ફુટેજ મંગાવ્યા છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે. પોલીસને જણાવ્યો કારનો નંબર
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટેક્સી ચાલકે પોલીસને કારનો નંબર પણ જણાવ્યો છે. પોલીસે RTOની મદદથી કારના નંબર પરથી વધુ તપાસ કરી રહી છે. જો કે નંબરની જાણકારી નથી મળી રહી.એન્ટીલિયાની બહાર મળી હતી વિસ્ફોટકથી ભરેલી SUV
ફેબ્રુઆરીમાં એન્ટીલિયાની પાસેથી એક વિસ્ફોટક ભરેલી SUV ગાડી મળી આવી હતી. SUVમાં 20 જિલેટિનની સ્ટીક અને એક ચિઠ્ઠી મળી હતી. પત્રમાં મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં સચિન વઝેની ધરપકડ કરાઈ છે.મુંબઈ પોલીસે સુચના આપનાર ટેક્સી ચાલકનું નિવેદન નોંધી રહી છે અને તે આધારે કેસની તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસે એન્ટીલિયાની બહાર સુરક્ષા વધારી દીધી છે. ત્યાં બેરિકેડ લગાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસને હવે તે બંને સંદિગ્ધની શોધખોળ કરી રહી છે.
