કંપનીના નકલી લેટરપેડથી 12 લાખ ઉપાડી છેતરપિંડી

  • વટવાની કંપનીની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ
  • બેંકમાં ઇ-મેઇલ કરીને પૈસા ટ્રાન્સફર કર્યા

વટવા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના લેટરપેડમાં બેંક એટેસ્ટેશન લેટરના લખાણમાં એડિટિંગ કરીને ખોટા દસ્તાવેજ બનાવી કંપનીના બે બેંક ખાતામાંથી અલગ અલગ મળી કુલ રૂ. 11.86 લાખ ઉપાડી છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મેમનગરમાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં કંપની ધરાવતા કલ્પકભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની કંપનીના લેટરપેડનો ઉપયોગ કરીને બેંક એટેસ્ટેશનનું લખાણ યેનકેન પ્રકારે દૂર કરી તેમાં એડિટિંગ કરીને ખોટો દસ્તાવેજ બનાવી કોઈએ તેમની કંપનીના બે બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ મળી કુલ રૂ. 11.86 લાખ ઉપાડી લીધા હતા.

બેંકના મેનેજરે તેમને ફોન કર્યો હતો કે તેમના ભાગીદારના ઈ-મેઈલના આધારે તેમના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. આ સમયે ભાગીદાર ઓફિસમાં હાજર હોઈ તેમણે બેંકને કોઈ ઈ-મેઈલ કર્યો ન હોવાનું જણાવતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે કલ્પકભાઈ શાહે ગઠિયાઓ સામે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

See also  ISRO Recruitment Assistant, LDC, UDC, Steno 526 Post-2023